Home /News /rajkot /Electric Train: રાજકોટ-જેતલસર સેક્શન પર પ્રથમ વખત ટ્રાયલ રન, PCEEનું નિરીક્ષણ પૂર્ણ 

Electric Train: રાજકોટ-જેતલસર સેક્શન પર પ્રથમ વખત ટ્રાયલ રન, PCEEનું નિરીક્ષણ પૂર્ણ 

રાજકોટ-જેતલસર સેક્શન પર પ્રથમ વખત ટ્રાયલ રન ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે PCEE 

એ.કે. જૈન, ડીઆરએમ/રાજકોટ અને મનોજ ગોયલ, ડીઆરએમ/ભાવનગર દ્વારા રાજકોટ અને ભાવનગર મંડલના શાખા અધિકારીઓ સાથે ફરજિયાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

    Mustufa Lakdawala,Rajkot : ભારતીય રેલ્વેના 100% વિદ્યુતીકરણને ચાલુ રાખીને, સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન (CORE) હેઠળના અમદાવાદ યુનિટના રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન વિભાગે ભાવનગર અને રાજકોટ ડિવિઝન ના રાજકોટ-જેતલસર સેક્શન (RKM : 74.567, TKM : 84.322) ને ચાલુ કરીને એક ઉપલબ્ધિ હાંસલ કર્યું છે.

    એ. કે. સિંહ, મુખ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર, રેલ્વે ઇલેક્ટ્રીફિકેશન/અમદાવાદના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, નવા ઇલેક્ટ્રિફાઇડ સેક્શનમાં ગુડ્સ અને પેસેન્જર ટ્રેનોના ઉદ્ઘાટન માટે જરૂરી પીસીઇઇના સફળ નિરીક્ષણ પછી ઉત્તમ કાર્ય પ્રાપ્ત થયું છે.



    એ.કે. જૈન, ડીઆરએમ/રાજકોટ અને મનોજ ગોયલ, ડીઆરએમ/ભાવનગર દ્વારા રાજકોટ અને ભાવનગર મંડલના શાખા અધિકારીઓ સાથે ફરજિયાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જેમાં PCEE/WR ને સેક્શન ને શુરૂ કરતા પહેલા, સેક્શન સ્પીડ પર ઇલેક્ટ્રિક લોકોની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

    PCEE/WR જી.એસ.ભવરિયાએ 25.01.23 ના રોજ રાજકોટ - જેતલસર ખંડ હેઠળ 74.567 RKM અને 84.322 TKM ની અનુભાગીય લંબાઈ ધરાવતા પ્રોજેક્ટ EPC-12 વિભાગનું નિરીક્ષણ કર્યું અને OHE સિસ્ટમની ટેકનિકલ પાસા અને સલામતી, વિશ્વસનીયતામાં સુધારા માટે સલાહ આપી.

    રાજકોટ-વાંકાનેરનું વિદ્યુતીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને નિરીક્ષણ માટે ઓફર કરવા માટે ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ ઇલેક્ટ્રિફાઇડ સેક્શન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સાથે ઝડપી અને બહેતર ટ્રેન સેવા પ્રદાન કરશે, જે ભારતીય રેલ્વે પર નવીનતમ ગ્રીન પહેલ તરીકે ગ્રીન ઇન્ડિયાના મહત્વાકાંક્ષી મિશનને પણ પ્રોત્સાહન આપશે. રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનની વહેલી તકે પૂર્ણ થવાનો ફાયદો ખૂબ જ પ્રભાવશાળી છે જે ડીઝલ લોકોમોટિવ્સની નિર્ભરતા ઘટાડીને કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરશે અને જે ઇંધણની આયાતને કારણે આર્થિક બોજ ઘટાડવામાં ભારતને ટેકો આપશે.
    First published:

    Tags: Indian railways, Local 18, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો