Home /News /rajkot /માતા-પિતાની નજર સામે 5 વર્ષના માસૂમ પુત્રનું મોત, કાર બાળકને ટક્કર માર્યા બાદ પલટી ખાઇ ગઇ
માતા-પિતાની નજર સામે 5 વર્ષના માસૂમ પુત્રનું મોત, કાર બાળકને ટક્કર માર્યા બાદ પલટી ખાઇ ગઇ
કાર ચાલકે પુત્રને અડફેટે લીધો
Accident in Rajkot: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના માખાવડ ગામે સમી સાંજે માતા-પિતાની નજર સમક્ષ જ પાંચ વર્ષના દીકરાનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના માખાવડ ગામે સમી સાંજે માતા-પિતાની નજર સમક્ષ જ પાંચ વર્ષના દીકરાનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સંજયભાઈ ગોરાસવા (ઉવ. 28)ની ફરિયાદના આધારે લોધિકા પોલીસ મથક ખાતે આઇપીસીની કલમ 304(A), 279,337,338 તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત GJ03ME4485ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પરિવારે કાર ચાલક સામે કરી ફરિયાદ
પોલીસને આપેલી ફરિયાદમાં સંજયભાઈ ગોરાસવા નામના વ્યક્તિએ જણાવ્યું છે કે, છેલ્લા દસેક દિવસથી લોધિકા તાલુકાના માખાવડ ગામે આવેલ કારખાનામાં નોકરી કરું છું તેમજ પરિવાર સાથે વસવાટ કરું છું. સંતાનમાં મારે પાંચ વર્ષનો એક દીકરો તેમજ ત્રણ વર્ષની દીકરી છે. ગત 29મી માર્ચના રોજ રાવકી તરફથી એક પુરપાટ ઝડપે કાર આવી રહી હતી. જે કાર દ્વારા મારા પુત્રને અડફેટે લેવામાં આવતા મારા પુત્રને માથાના ભાગે તેમ જ પાછળના ભાગે લાગતા મોટા પ્રમાણમાં લોહી નીકળ્યું હતું. દરમિયાન તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ વાત કરવામાં તો કાર દ્વારા મારા પુત્રને લેવામાં આવતા કાર પણ પલટી ખાઈ ગઈ હતી. તેમજ ઘટના સ્થળ પર કાર ચાલક કાર રેઢી મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. ત્યારે હાલ સમગ્ર મામલે લોધિકા પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્યારે લોધિકા પોલીસને સમગ્ર મામલાની જાણ થતા મૃતક બાળકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. પીએમ ની પ્રક્રિયા પૂર્ણ થતા મૃતક બાળકની લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.
આ મામલે પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે, ગોરાસવા પરિવાર મૂળ અમરેલી જિલ્લાના ખીજડીયા ગામનો વતની હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પરિવારના એકના એક દીકરાના મોતથી શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીને કેટલા સમયમાં ઝડપી પાડવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. નોંધનીય છે કે, મારા પુત્રને લેવામાં આવતા કાર પણ પલટી ખાઈ ગઈ હતી. તેમજ ઘટના સ્થળ પર કાર ચાલક કાર રેઢી મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. આથી પોલીસ મથકે તે મામલે ફરિયાદ નોંધાઈ હતી.