Union
Budget 2023

Highlights

Home /News /rajkot /રાજકોટમાં ટીમ ઇન્ડિયાની જીત થતા હરખ ઘેલો ફેન ગુલાટી મારતો પહોંચ્યો મેદાનમાં, જુઓ Video

રાજકોટમાં ટીમ ઇન્ડિયાની જીત થતા હરખ ઘેલો ફેન ગુલાટી મારતો પહોંચ્યો મેદાનમાં, જુઓ Video

વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

Indian Team Rajkot Fan video: ટીમ ઈન્ડિયાની જીત થતા હરખ ઘેલો એક ફેન ગુલાટી મારતો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની નજીક પહોંચ્યો હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ છે.

રાજકોટ: ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી 20 મેચની શ્રેણી યોજાઈ હતી. ત્યારે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાયેલો અંતિમ ટી20 મેચ 91 રને જીતીને ભારતે શ્રેણી પોતાના નામે કરી છે. ત્યારે ટીમ ઈન્ડિયાની જીત થતા હરખ ઘેલો એક ફેન ગુલાટી મારતો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની નજીક પહોંચ્યો હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ છે. જોકે, હરખ ઘેલો ફેન્સ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સુધી પહોંચે તે પૂર્વે જ બાઉન્સરો દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર ઘટના પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

ટીમ શ્રીલંકા હાલ ઇન્ડિયાના પ્રવાસે છે. ત્યારે ત્રીજી તારીખથી શરૂ થયેલી ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પૂર્ણ થઈ છે. ત્રણ મેચની આ સિરીઝ અંતર્ગત બે મેચ જીતી ટીમ ઇન્ડિયાએ શ્રેણી પોતાના નામે કરી છે. જ્યારે કે ટીમ શ્રીલંકા 3 મેચ પૈકી માત્ર એક જ મેચમાં વિજય હાંસલ કરી છે.

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ માત્ર 120 બોલમાં પાંચ વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. ત્યારબાદ 229 રન ના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ટીમ શ્રીલંકાએ માત્ર 137 રન બનાવ્યા હતા. જેથી ટીમ ઇન્ડિયા નો 91 રને વિજય થયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન

ત્રણ ટી ટ્વેન્ટી મેચની શ્રેણીમાં મેન ઓફ ધી સિરીઝ તરીકે અક્ષર પટેલને પ્રાઈઝ મની તેમજ વિનિંગ ટ્રોફી ભેટ આપવામાં આવી હતી. જ્યારે કે, રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે માત્ર 51 બોલમાં 112 રન બનાવી અણનમ રહેનારા સૂર્ય કુમાર યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.અત્યાર સુધી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌથી સર્વાધિક સ્કોર કરવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના નામે હતો. જે રેકોર્ડ ટીમ ઇન્ડિયાએ આજની મેચમાં ફરી એક વખત તોડ્યો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌથી વધુ સર્વાધિક સ્કોર 202 રનનો નોંધાયો હતો. ત્યારે ટીમ ઇન્ડિયાએ ફરી એક વખત પોતાનો જ રેકોર્ડ આ સ્ટેડિયમ પર 228 રન સાથે નોંધાવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, રાજકોટ, વાયરલ વીડિયો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन