Home /News /rajkot /

Rajkot: India VS South Africa T20 ક્રિકેટ મેચ, ટીમ ઈન્ડિયાને પીરસવામાં આવશે ગુજરાતી ભોજન

Rajkot: India VS South Africa T20 ક્રિકેટ મેચ, ટીમ ઈન્ડિયાને પીરસવામાં આવશે ગુજરાતી ભોજન

ટીમ

ટીમ ઇન્ડિયાનું રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરાશે

17 જૂને રજકોટના જામનગર રોડ પર 17 કિમી દૂર ખંઢેરી ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (SCA) ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા (India and South Africa) વચ્ચે ટી-20 સિરીઝની ચોથી મેચ રમાશે.

    Mustufa Lakdawala,Rajkot: અઢી વર્ષ બાદ રાજકોટ (Rajkot) ને ઈન્ટરનેશનલ ટી-20 (International T-20 Match) મેચ મળી છે. 17 જૂને રજકોટના જામનગર રોડ પર 17 કિમી દૂર ખંઢેરી ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ(SCA) ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા(India and South Africa) વચ્ચે ટી-20 સિરીઝની ચોથી મેચરમાશે. આવતીકાલે15 જૂનેબન્ને ટીમ રાજકોટ આવી પહોંચશે. ટીમ ઇન્ડિયાને(Team India)કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં તો દક્ષિણ આફ્રિકાની ટીમને 150 રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. બંને હોટલ દ્વારા ખેલાડીઓને આવકારવા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સયાજી હોટલમાં ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટના પ્રખ્યાત ઘૂઘરા, વઘારેલો રોટલો અને ઢોકળીના શાકનો (Gujarati Food) સ્વાદ માણશે.


    ટીમ ઇન્ડિયાનું રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરાશે


    સયાજી હોટલમાં ટીમ ઇન્ડિયાનું રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. તેમજ શારવિંગ ફ્લાવર અને લેટર પ્લેટથી પણ સ્વાગત કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન રિષભ પંતને સયાજી હોટલમાં 8માં માળે સ્યુટ રૂમ નં. 806માં ઉતારો આપવામાં આવ્યો છે. જેને રાજસ્થાની થીમ પર સજાવવામાં આવ્યો છે. ઉપરાંત રૂમમાં રાજસ્થાની સ્ટાઇલમાં બેડ, ખુરશીઓ, પીલો, બાથટબ પમ મુકવામાં આવ્યા છે. જ્યારે દક્ષિમ આફ્રિકા ટીમના કેપ્ટન તેમ્બા બાવુમાને ફોર્ચ્યુન હોટલમાં 8માં માળે પ્રિસિડેન્શિયલ રૂમમાં ઉતારો આપવામાં આવ્યો છે.


    બન્ને ટીમના ખેલાડીઓને હોટલમાં શું શું સુવિધા મળશે.


    બન્ને ટીમના ખેલાડીઓના રૂમમાં 100 એમબીપીએસની સ્પીડનું ઈન્ટરનેટ ઉપરાંત જીમ, સ્વિમિંગ પુલ, સ્પા સહિતની સુવિધા મળશે. તેમજ દક્ષિણ આફ્રિકા ટીમના ખેલાડીઓનું ભોજન તૈયાર કરવા માટે ફોર્ચ્યુનની મુખ્ય હોટેલથી શેફ આવશે. બન્ને હોટેલની બહાર તેમજ મુખ્ય માર્ગો પરસ્ટારખેલાડીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાજકોટની ગરમી અને ભેજયુક્ત વાતાવરણને ધ્યાનમાં રાખી ખાસ કોલ્ડ્રીંક્સ તૈયાર કરવામાં આવ્યા છે. હોટેલ સયાજીમાં કોચ રાહુલ દ્રવિડ, સિનિયર ખેલાડી હાર્દિક પંડ્યા સહિતનાનેપ્રેસિડેન્શીયલતો અન્ય ખેલાડીઓને પ્રિમીયમ રૂમ આપવામાં આવ્યા છે. આખા ફ્લોરનીરોયલ થીમપર સજાવટ કરવામાં આવી છે.


    આ પણ  વાંચો: આજે World Blood Donor Day 2022, જાણો શા માટે કરવું જોઈએ રક્તદાન

    આફ્રિકી ખેલાડીઓને ગુજરાતી વાનગી પીસવામાં આવશે


    આફ્રિકી ખેલાડીઓને ત્યાંની સ્પેશિયલ રુઈ બુશ ટી સાથે ગુજરાતી ખાણું ઢોકળા-ગાઠીંયા પણ પીરસવામાં આવશે. આફ્રિકી ખેલાડીઓના ફૂડને ધ્યાનમાં રાખી હોટેલ દ્વારા મુખ્ય હોટેલમાંથી ખાસ શેફને બોલાવવામાં આવ્યા છે. જ્યારે આફ્રિકી ખેલાડીઓને નાસ્તામાં ફ્રેન્ચ ટોસ્ટ, ઈન્ટરનેશનલ પ્રકારના ચીઝ, ફ્લેવડ મીલ્ક, પેન કેક્સ, મલ્ટીગ્રેઈન કુકીઝ, પ્રોટીન બાર, લો ફેટ ગ્રીક યોગર્ટ, પાશ્તા સહિતની વાનગીને મેનુમાં સમાવવામાં આવી છે.


    સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. પણ તૈયારીને આખરી ઓપ અપાયો 


    મેચને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભારતીય અને કોઈ પણ વિદેશી ટીમ રાજકોટ આવે એટલે તેમને ગુજરાતી ભોજન પીરસવાની વર્ષોથી પરંપરા ચાલી આવતી હોય તે પરંપરા વખતે પણ જળવાઈ રહેશે. હોટેલ સયાજી દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઢોકળી, રાજસ્થાની દાલબાટી, ઘૂઘરા, ઘેવર રબડી, કૈર સાંગરી, ઈન્દોરી ચાટ ઉપરાંત વઘારેલો રોટલો કે જે વડોદરાથી આવતાં રસોયા દ્વારા બનાવાયો હશે તે પીરસવામાં આવશે.


    સયાજી હોટલે તૈયારીને આખરી ઓપ આપ્યો


    અંગે હોટેલ સયાજીના સેલ્સ હેડ ઉર્વિશ પુરોહિતે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન ઋષભ પંત, વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા તેમજ કોચ રાહુલ દ્રવિડને આઠમા માળે રૂમ આપવામાં આવ્યા છે. આખા ફ્લોરનેરોયલ થીમપર શણગારવામાં આવ્યો છે. હોટેલ દ્વારા પંડ્યા, ચહલ, પંત, દ્રવિડ સહિતના માટે પીલો પણ તૈયાર કરવામાં આવ્યા છે. ટીમ જ્યારે હોટેલ પર આવશે ત્યારે સ્ટાફ દ્વારા ફ્લાવર રિંગ, બૂકે, વેલકમ પ્લેટર સહિતનાથી તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવશે.


    આ પણ વાંચો: શાળાઓમાં ગુંજી ઉઠ્યો બાળકોનો કિલકિલાટ, શરૂ થયું નવા સત્રનું શિક્ષણકાર્ય

    ફોર્ચ્યુન હોટલ દ્વારા તૈયારી કરવામાં આવી


    જ્યારે હોટેલ ફોર્ચ્યુનના સુભાષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકાની ટીમ સાત વર્ષ બાદ બીજી વખત હોટેલ ફોર્ચ્યુનમાં રોકવાની છે ત્યારે તેને લઈને ખાસ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હોટેલ દ્વારા આફ્રિકી ખેલાડીઓના વિશાળ પોસ્ટર પણ હોટેલની અંદર-બહાર લગાવી દેવામાં આવ્યા છે. આફ્રિકી ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાને હોટેલના આઠમા માળે પ્રેસિડેન્શીયલ રૂમ આપવામાં આવ્યો છે.

    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Rajkot city, Team india, ક્રિકેટ ન્યૂઝ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन