Home /News /rajkot /રાજકોટ: સુર્યકુમારની સ્ફોટક બેટિંગ બાદ ભવ્ય ઉજવણીનો વીડિયો, 'સુર્યા-સુર્યા'ના નારા સાથે કેક કાપી

રાજકોટ: સુર્યકુમારની સ્ફોટક બેટિંગ બાદ ભવ્ય ઉજવણીનો વીડિયો, 'સુર્યા-સુર્યા'ના નારા સાથે કેક કાપી

હોટલમાં પ્રવેશતાની સાથે સૂર્યકુમાર યાદવે બે જેટલી કેક પણ કાપી હતી.હોટલમાં પ્રવેશતાની સાથે સૂર્યકુમાર યાદવે બે જેટલી કેક પણ કાપી હતી.

ind vs sri t20 rajkot: સ્ટેડિયમથી પરત ફરેલી ટીમ ઇન્ડિયાનું હોટલ સયાજી ખાતે શાહી સ્વાગત. મધરાત્રે પરત ટીમનું ગરબાના તાલે જુમીને સ્વાગત કરવામાં આવ્યું. હોટલમાં પ્રવેશતાની સાથે સૂર્યકુમાર યાદવે બે જેટલી કેક પણ કાપી સેલિબ્રેશન કર્યું

રાજકોટ: રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી માત્ર 120 બોલમાં 228 રનનો જંગી સ્કોર ટીમ શ્રીલંકા સામે ખડકી દીધો હતો, ત્યારે ટીમ ઇન્ડિયાએ આપેલા 29 રન ના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર 137 રન બનાવી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આમ, ટીમ ઇન્ડિયાનો 91 રન સાથે વિજય થયો હતો. તેમજ ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા મેચનો હીરો સૂર્યકુમાર યાદવ રહ્યા હતા.

કેક કટીંગ સમયે ખેલાડીઓએ પણ સુર્યા-સુર્યાના નારા લગાવ્યા

સ્ટેડિયમથી પરત ફરેલી ટીમ ઇન્ડિયાનું હોટલ સયાજી ખાતે શાહી સ્વાગત કરવામાં આવ્યું. મધરાત્રે પરત ફરેલી ટીમનું ગરબાના તાલે જુમીને ખેલૈયાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ખેલાડીઓના સ્વાગત માટે રેડ કાર્પેટ પણ પાથરવામાં આવ્યું હતું. તેમજ હોટલમાં પ્રવેશતાની સાથે સૂર્યકુમાર યાદવે બે જેટલી કેક પણ કાપી હતી. એક કેકમાં સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું. તેમાં કોન્ગ્રેચ્યુલેશન લખવામાં આવ્યું હતું. જ્યારે કે બીજી કેકમાં 100 SKY લખવામાં આવ્યું હતું. કેક કટીંગ સમયે ટીમ ઇન્ડિયાના બાકી ખેલાડીઓએ પણ સુર્યા-સુર્યાના નારા લગાવ્યા હતા. તેમજ આ સમયે હોટલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.


આ પણ વાંચો: રાજકોટમાં ટીમ ઇન્ડિયાની જીત થતા હરખ ઘેલો ફેન ગુલાટી મારતો પહોંચ્યો મેદાનમાં, જુઓ Video



સૂર્યકુમાર યાદવે 112 રન બનાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ રમાયેલા મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી મેદાનમાં ઊતરેલા સૂર્યકૂમાર યાદવે માત્ર 51 બોલમાં 112 જેટલા રન ખડકી દીધા હતા. સૂર્યકુમાર યાદવે જે 112 રન બનાવ્યા હતા, જેમાં તેમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

આમ, 112 પૈકી 96 રન માત્ર સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી લગાવીને બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવના ઉત્કૃષ્ટ પ્રદર્શનના કારણે તેમને મેચના મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાબતે તેમને એક ટ્રોફી તેમજ પ્રાઇસ મની પણ આપવામાં આવી હતી.

બીજી તરફ, ત્રણ ટી 20 મેચની શ્રેણીમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ અક્ષર પટેલને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Criceket News, Gujarat News, Rajkot News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन