Home /News /rajkot /

Rajkot: ભારત-દક્ષિણ આફ્રિકા T20 ક્રિકેટ મેચ, ખેલાડીઓએ કરી ભર તડકામાં પ્રેક્ટિસ

Rajkot: ભારત-દક્ષિણ આફ્રિકા T20 ક્રિકેટ મેચ, ખેલાડીઓએ કરી ભર તડકામાં પ્રેક્ટિસ

સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

આજે રાજકોટના જામનગર રોડ પર 17 કિમી દૂર ખંઢેરી ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. (SCA) સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા (India and South Africa) વચ્ચે ઈન્ટરનેશનલ ટી-20 મેચ (International T20 match) રમાશે.

    Mustufa Lakdawala,Rajkot : આજેરાજકોટના જામનગર રોડ પર 17 કિમી દૂર ખંઢેરી ગામ સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. (SCA) સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા(India and South Africa) વચ્ચે ઈન્ટરનેશનલ ટી-20 મેચ(International T20 match) રમાશે. ત્યારેબંને દેશના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા હતા.બંને ટીમના ખેલાડીઓ મેચ પહેલા નેટ પ્રેક્ટિસ(Net practice) કરવા સ્ટેડિયમ(Stadium) ખાતે પહોંચ્યા હતા.

    ભારતીય ટીમે પણનેટ પ્રેક્ટિસ કરી હતી. જેમાં શ્રેયસ ઐય્યર, રિષભ પંત અને દિનેશ કાર્તિકે લોન્ગ શોટની મેદાન પર પ્રેક્ટિસ કરી હતી. જ્યારે હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, યૂઝવેન્દ્ર ચહલ નેટ પ્રેક્ટિસથી દૂર રહ્યા હતા.

    ભર તડકામાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રેક્ટિસ કરી

    ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની સિરીઝની આ ચોથી મેચરાજકોટમાં રમાશે. આથી ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમે બપોરે ભર તડકામાંનેટ પ્રેક્ટિસ કરી હતી. જેમાં ખેલાડીઓ પરસેવે રેબઝેબ નજરે પડ્યા હતા.



    નેટ પ્રેક્ટિસમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન ટેમ્બા બાઉમા, વિકેટકીપર ડિકોક, હેન્રિચ ક્લાસન સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. જોકે રબાડા અને મિલર પ્રેક્ટિસથી દૂર રહ્યા હતા.

    વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા

    આજેસાંજે 7 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટમાં વરસાદ પડી શકે છે. જો વરસાદ પડશે તો મેચમાં વિઘ્ન આવી શકે છે. બીજી તરફ મેચને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પૂરી તૈયારી કરી દેવામાં આવી છે. આ સ્ટેડિયમમમાં 25 હજાર પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના દાવા પ્રમાણે તમામ ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે.


    ભારતની ટીમનું સયાજી હોટલમાં રોકાણ

    ભારતની ટીમ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાણ કર્યું છે. અહીં ગઇકાલે ખેલાડીઓનું રેડ કાર્પેટમાં ગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટલ સ્ટાફ દ્વારા ખેલાડીઓને કુમકુમ તિલક, ફૂલના હાર અને બૂકે આપી સ્વાગત કરાયું હતું.

    આખી હોટલને ખેલાડીઓના પોસ્ટરથી શણગારવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાણ કર્યું
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: IND Vs SA, Indian Cricket, Rajkot city, ક્રિકેટ, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन