આ વર્ષે ગુજરાત (Gujarat) માં ઉનાળા (Summer) ની રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી ગરમીમાં આંશિક રહત મળી છે તો અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. આથી પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે.
મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ: આ વર્ષે ગુજરાત (Gujarat) માં ઉનાળા (Summer) ની રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી ગરમીમાં આંશિક રાહત મળી છે તો અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. આથી પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-ઉધરસ (Cold-cough), ઝાડા-ઊલ્ટી (Diarrhea-vomiting), તાવ (Fever) ના કેસમાં ધરખમ વધારો થયો છે. આ આંકડા રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા જ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાદ્વારા અપીલ પણકરવામાં આવી છે કે, હાલ ઉનાળાની ઋતુમાં સતત પાણી પીતા રહેવું અને હળવો ખોરાક લેવો તેમજબહારનો ખોરાક લેવાનું ટાળવું.
23થી 29મે સુધીના ઋતુજન્ય રોગચાળાના સત્તાવાર આંકડા
શરદી-ઉધરસ- 199 કેસ
સામાન્ય તાવ- 81 કેસ
ઝાડા-ઊલટી- 101 કેસ
ટાઈફોડ તાવ- 5 કેસ
કમળો- 6 કેસ
મરડો- 0 કેસ
ચાલુ વર્ષમાં નોંધાયેલા મચ્છરજન્ય રોગચાળાના આંકડા
ડેન્ગ્યુ- 9 કેસ
મેલેરિયા- 6કેસ
ચિકનગુનિયા- 4કેસ
ચોખ્ખા પાણીના પાત્રોમાં મચ્છરની ઉત્પતિ વધી જાય છે
મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકા (Rajkot Municipal Corporation)ના આરોગ્ય તંત્ર (Health Department)દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી (Human lifestyle) સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
એક અઠવાડિયામાં 18,297 ઘરમાં પોરા નાશક કામગીરી કરાઇ
મચ્છરજન્ય રોગચાળાને પહોંચી વળવા રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસો કરી રહી છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 23થી 29મે દરમિયાન પોરા નાશક કામગીરી હેઠળ 18,297 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 156 ઘરમાં ફોગિંગ (Fogging)ની કામગીરી કરી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં સરકારી હોસ્પિટલ ક્યાં ક્યાં અવિરત છે અને તેના કોન્ટેક જાણો
સિવિલ હોસ્પિટલનં :-0281-2471118
જનાના હોસ્પિટલ નં :-0281-2228026
રાજકોટ મનપા આરોગ્ય કેન્દ્ર નં :-0281-2450077
પદ્માકુંવરબા હોસ્પિટલ:- 0281-2227136
મચ્છર ઉત્પતિ બદલ 413 વ્યક્તિને નોટિસ
શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિને સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 394 બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરીની મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 413 વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયા રોકવા 10x10x10નું સુત્ર અ૫નાવવું
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકવા માટે 10x10x10નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ 10: દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10: ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરિયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10: આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આપીને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.