Home /News /rajkot /રાજકોટમાં બાઈક પર બેસવા બાબતે 4 લોકોએ યુવકની ઢીબી નાંખ્યો, મારમારીની ઘટના CCTVમાં કેદ

રાજકોટમાં બાઈક પર બેસવા બાબતે 4 લોકોએ યુવકની ઢીબી નાંખ્યો, મારમારીની ઘટના CCTVમાં કેદ

ચાર લોકોએ લેબોરેટરીમાં ઘૂસીને યુવકને ઢોર માર માર્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

Rajkot News: યુવકને માર માર્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાર યુવક લેબોરેટરીમાં આવે છે અને અન્ય યુવક પર તૂટી પડે છે. કોઈ વાળ ખેંચે છે તો કોઈ છુટ્ટા હાથની મારામારી કરે છે.

    રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જ્યાં નજીવી બાબતે યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. અહીં લેબોરેટરીમાં કામ કરતા યુવકને અસમાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો. બાઈક પર બેસવા બાબતે 4 લોકોએ માર માર્યો હતો. જોકે મારમારીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

    આ આખી ઘટના માત્ર બાઈક પર બેસવા બાબતની હતી પરંતુ વાતનું વતેસર થયું અને મારામારી સુધી આવી ગઈ. ઘટના રાજકોટના મંગળા રોડ પર આવેલી લેબોરેટરીની છે. અહીં મંગલમ ઇન્વીટરો લેબોરેટીમાં કામ કરતા યુવકને માર માર્યો હોવાની ઘટના બની હતી. જ્યાં ગાડી પર બેસવા બાબતે ચાર શખ્સો લેબોરેટરીમાં ઘૂસ્યા અને આતંક મચાવ્યો હતો. જે બાદ આ અસામાજિક તત્વોએ યુવકને ઢોર માર માર્યો હતો.



    યુવકને માર માર્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાર યુવક લેબોરેટરીમાં આવે છે અને અન્ય યુવક પર તૂટી પડે છે. કોઈ વાળ ખેંચે છે તો કોઈ છુટ્ટા હાથની મારામારી કરે છે. બાઈક પર બેસવા જેવી નજીવી બાબતની જ વાત હતી. પરંતુ આ નજીવી બાબતે ઉગ્ર રુપ ધારણ કરી લેતા બબાલ થઈ ગઇ હતી. ચાર લોકોએ લેબોરેટરીમાં ઘૂસીને યુવકને ઢોર માર માર્યાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: CCTV footage, Latest News Rajkot, ગુજરાત, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन