રાજકોટના લાખાજીરાજ રોડ પર રેશમ નામનો રેડીમેઇડ ગારમેન્ટ્સનો શો-રૂમ આવેલો છે. અહીં રોજ સવારે એટલે કે આખા વર્ષના 365 દિવસ પ્રાર્થના બાદ રાષ્ટ્રગાન (National Anthem) કરવામાં આવે છે
Mustufa Lakdawala, Rajkot: 15મી ઓગસ્ટ એટલે દેશની આઝાદીનો દિવસ (India Independence Day). આ દિવસે દેશભરમાં ઠેર ઠેર દેશભક્તિ જોવા મળે છે. પરંતુ સાચી દેશભક્તિ (75th Independence Day) તો રાજકોટ (Rajkot)ના એક શો-રૂમમાં વાત એવી છે કે, રાજકોટના લાખાજીરાજ રોડ પર રેશમ નામનો રેડીમેઇડ ગારમેન્ટ્સનો શો-રૂમ આવેલો છે. અહીં રોજ સવારે એટલે કે આખા વર્ષના 365 દિવસ પ્રાર્થના બાદ રાષ્ટ્રગાન (National Anthem) કરવામાં આવે છે.
રાષ્ટ્રગાનથી અનોખી ઊર્જા મળે છે
શો-રૂમના માલિક દિપકભાઈ ખખ્ખરે જણાવ્યું હતું કે, મારે રેડીમેઇડ ગારમેન્ટસનો શો-રૂમ છે. રેશમ મારા શો-રૂમનું નામ છે. દરરોજ મારા શો-રૂમની અંદર આવતા જ પહેલા પ્રાર્થના થાય છે. પછી રાષ્ટ્રગાન ગાવામાં આવે છે. પ્રાર્થના અને રાષ્ટ્રગાન થયા પછી જ મારા શો-રૂમની અંદર કામ શરૂ કરવામાં આવે છે. ગ્રાહકોને પણ પછી જ એટેન્ડ કરવામાં આવે છે. રાષ્ટ્રગાનથી મને અને મારા સ્ટાફને એક પ્રકારની ઊર્જા મળે છે. જેનાથી અમે આખો દિવસ ફ્રેશ રહીએ છીએ. રાષ્ટ્રગાનથી અમને ઘણો ફાયદો પણ છે. આ સિવાય સરકારનું હર ઘર તિરંગા અભિયાન ચાલે છે ત્યારે દરેક ફેક્ટરી, દરેક ઘરે અને ઓફિસે બે મિનિટ ફાળવી રાષ્ટ્રગાન ગવાય તે આપણા દેશ માટે સારી વાત છે. હું એટલી આશા રાખું છું કે દરેક દુકાનમાં રાષ્ટ્રગાન ગવાવું જોઇએ.
4 વર્ષ પહેલા શો--રૂમ રિનોવેટ કર્યો ત્યારે વિચાર આવ્યો
ઉલ્લેખનીય છે કે, 4 વર્ષ પૂર્વે દિપકભાઈએ શો-રૂમ રિનોવેટ કરાવ્યો હતો. ત્યારબાદ સ્ટાફના દરેક લોકો પાસેથી સૂચન મગાવવામાં આવ્યા હતા. જેમાંથી પિયુષ રાઠોડ નામના કર્મીએ જણાવ્યું હતું કે, આપણે પ્રાર્થનાની સાથે સાથે રાષ્ટ્રગીત પણ ગાવું જોઈએ. બસ આ જ વિચાર સાથે રોજ આ શો-રૂમમાં છેલ્લા 4 વર્ષથી રાષ્ટ્રગાન કરવામાં આવે છે. બાદમાં જ દુકાનનું કામ શરૂ કરવામાં આવે છે. અહીં રાષ્ટ્રગાન સમૂહમાં કરવામાં આવે છે.
15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ લોકો રાષ્ટ્રગાન કરતા હોય છે. પરંતુ રાજકોટના રેશમ શો-રૂમમાં રોજ સવારે દિવસની શરૂઆત રાષ્ટ્ગાન સમૂહમાં ગાયને કરવામાં આવી રહી છે. રાજકોટના લખાજીરાજ રોડ પર આવેલા ધર્મેન્દ્ર રોડ મુખ્ય બજારમાં રેશમ લેડીઝવેર શોરૂમ આવેલો છે. સમગ્ર દેશ ગૌરવ લઈ શકે એવી બાબત આ શોરૂમના રાષ્ટ્રપ્રેમની છે. સામાન્ય રીતે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લોકો રાષ્ટ્રગાન કરતા હોય છે. પરંતુ રાજકોટના આ શોરૂમમાં દરરોજ રાષ્ટ્રગાનનું સમૂહમાં ગાન કરવામાં આવી રહ્યું છે.