Home /News /rajkot /Rajkot : જેનુ કોઈ નથી તેનુ છે 'બાનું ઘર', મળે એવી સુવિધા કે તમારું ઘર ભૂલી જશો!

Rajkot : જેનુ કોઈ નથી તેનુ છે 'બાનું ઘર', મળે એવી સુવિધા કે તમારું ઘર ભૂલી જશો!

X
આ

આ 'બા ના ઘર'માં મળશે ફાઈવ સ્ટાર જેવી સુવિધા

રાજકોટમાં બનવા જઈ રહેલા બાના ઘરમાં અહિંયા ફાઈવ સ્ટાર જેવી સુવિધા આપવામાં આવશે. અહિંયાઆવતા દરેક નિરાધાર લોકોને મદદ કરવામાં આવશે. અને તેમને સાચવવામાં આવશે.

    Mustufa Lakdawala,Rajkot : એક માતા-પિતા તેના બાળકને ખુબ લાડ પ્રેમથી ઉછેર કરે છે. તે ક્યારેય એ તેનાબાળકોમાં ભેદ નથી કરતા.તેનામાં કોઈ ખામી હોય તો પણ તેની તાકાત બનીને તેની સાથે ઉભા રહે છે.પણ આજે દિકરાઓ મોટાથઈને તેના જ માતા-પિતાને કહે છે કે તમને આ નથી ખબર પડતી અને આ ખબર નથી પડતી.જેના કારણે અંતે માતા-પિતાએ ઘરછોડવા માટે મજબૂર થઈ જાય છે.ત્યારે આજે અમે આપને એક બા ના ઘર વિશે જણાવીશું કે જ્યા અનાથ અને જેનો કોઈ આધારનથી તેવા નિરાધાર લોકોને મદદ કરવામાં આવશે. તમને જણાવી દયે કે રાજકોટમાં બનવા જઈ રહેલા બાના ઘરમાં અહિંયા ફાઈવ સ્ટાર જેવી સુવિધા આપવામાં આવશે. અહિંયાઆવતા દરેક નિરાધાર લોકોને મદદ કરવામાં આવશે. અને તેમને સાચવવામાં આવશે. આવો ત્યારે બા ના ઘરના સંચાલકમુકેશભાઈ મેરજા પાસેથી જ સાંભળીએ કે અહિંયા કેવી હશે સુવિધા.

    મુકેશભાઈ મેરજાએ જણાવ્યું કે અમે એક માધ્યમ છીએ.માનવ સેવા એ જ પ્રભુ સેવા છે.. અમે લોકો એક ગ્રુપ બનાવીને છેલ્લા20 વર્ષથી સેવા કરી રહ્યાં છે.બિલ્ડિંગના કારણે અમે વધુ લોકોને રાખી શકતા નથી.આધુનિક જમાનામાં આપણામાં બુદ્ધિ આવીછે અને એજ્યુકેશન વધ્યું છે.પણ તેમ છતા ઘણા સવાલો આપણા મનમાં ઉભા થાય છે.આના નિવારણ માટે એક જ જગ્યાએથીનિવારણ મળે અને લોકોને મદદ મળી શકે તે માટે આપણે બાના ઘરનું નિર્માણ કરવા જઈ રહ્યાં છે. આવુ બાનું ઘર ક્યાંય નહીં હોય કે જ્યાં એક જ છત નીચે તમામ પ્રકારના લોકો રહી શકે અને તેમની દરેક સમસ્યા હલ થઈશકે.અહિંયા સર્વ જ્ઞાતિ માટે કોઈ પણ ઉંમરના લોકો માટે એકલા પુરૂષ કે સ્ત્રી હોય કે પછી કપલ હોય કે નિરાધાર હોય તેનેઅહિંયા તમામ સુવિધા આપવમાં આવશે.

    અહિયા તેને સાબુ સેમ્પુ, કપડા અને જમવાથી લઈને રહેવા સુધીન તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.અહિંયા એક હોસ્પિટલપણ હશે કે જેની અંદર તમને તમાર સારવાર મળી શકશે.આંખના ઓપરેશન પણ કરવામાં આવશે અહિંયા તેમને સ્વીમિંગપુલઅને જીમથી લઈને તમામ સુવિધા હશે.જેમ કે મંદિર, ગાર્ડન, ઓડિટરીયમ, વોકિંગ ટ્રેક જેથી તમામ સુવિધા આપવામાંઆવશે.જેથી નિરાધાર લોકોને મદદ કરી શકીએ.કહેવાય છે કે આત્મા એ જ પરમાત્મા છે.

    વધુમાં તેને જણાવ્યું કે આ બાનુ ઘર છે આ માનુ ઘર છે એટલે મા કોઈ પાસેથી પૈસો લેતી નથી.. માના ઘરે મા પુછતી નથી કે દિકરોઓફિસર છે કો નોકર છે.જેથી અહિંયા કોઈ પણ ઉંમરની વ્યક્તિ અને કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ અહિંયા રહી શકે છે. તેમનેઅહિંયા કોઈ પણ પ્રુફ આપવાની જરૂર નથી. એને કોઈ પૈસા દેવાની જરૂર નથી. જો તમારા ધ્યાનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે નિરાધાર હોય કે જે આપઘાત કરવાની કોશિશ કરી રહ્યું હોય તો અમારો સંપર્કકરજો. જે કોઈ દાતા હોય તો તે પણ અમારો સંપર્ક કરી શકે છે. આ સાથે જ કોઈ પણ છોકરીને અહિંયા 2-3 દિવસ રહેવું હોયતેની પરીક્ષા હોય અને વાંચવા માટે રહેવું હોય તો તે પણ અહિંયા રહી શકે છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन