Home /News /rajkot /કોણ છે આ રિક્ષાચાલક, જે સાળંગપુર કથામાં ફ્રીમાં ચા-કોફી પીવડાવી કરે છે સેવા?

કોણ છે આ રિક્ષાચાલક, જે સાળંગપુર કથામાં ફ્રીમાં ચા-કોફી પીવડાવી કરે છે સેવા?

X
આ

આ સેવાભાવી રીક્ષા ચાલકની ખુબ જ ચર્ચા થઇ રહી છે.

સમગ્ર મામલે દેવાભાઈએ જણાવ્યું હતું કે મારા કાકાને એવો ઉમંગ આવ્યો કે હનુમાનજી દાદાની કથા ચાલી રહી છે.. તેમાં સેવાકરવાનું મન થયું હતું.

    Mustufa Lakdawala,Rajkot : હાલમાં સાળંગપુરમાં હનુમાનજી દાદાની કથા ચાલી રહી છે. ત્યારે આ કથામાં રોજ 20-25 હજાર લોકો આવી રહ્યાં છે અને કથા સાંભળવાનો લ્હાવો લઈ રહ્યાં છે.ત્યારે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યાં છીએકે તેની સેવાથી સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.એક રિક્ષાચાલક હનુમાનજી દાદાની કથામાં આવી રહેલા ભક્તોનેવિનામુલ્યે ચા-કોફી પીવડાવી રહ્યાં છે.જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.

    રિક્ષા ચલાવનાર પાંચાભાઈએ જણાવ્યું હતું કે દાદાએ મને સુજાડ્યુ છે.કે તુ સેવા કરવા જા દાદાએ મને અહિંયા મોકલ્યો છે. એનેકીધુ કે તુ અહિંયા સેવા કરવા જા તારી સેવા થઈ જશે.અહિંયા 200 લિટર આવે, 150 લિટર આવે 250 લિટર દુધ આવે.ચાખાંડ પણ આવે.પણ ભગવાનની આપણા ઉપર કૃપા થઈ ગઈ.સ્વામીજી પણ રાજી થઈ ગયા અને આપણે પણ રાજી થઈ ગયા.હુરિક્ષા ચલાવીને મારૂ ગુજરાન ચલાવુ છું. હું દાદાનું નામ લઈને સેવા કરી રહ્યો છું.જેમાં દાદા પણ મને સાથ આપી રહ્યાં છે.


    હિરાભાઈ જોગરાણીયાએ જણાવ્યું હતું કે આ છે કથા ચાલી રહી છે. તેમાં અમને જે જગ્યા આપી છે તે અમારા માટે ગૌરવની વાતછે કે અમને સેવાનો લાભ મળ્યો છે. અમારા પાંચાભાઈને જ એમ થયુ કે મારે કંઈક અહિંયા કરવુ છે.મારે અહિંયા સેવા આપવીછે.જેથી સ્વામીજીને રજૂઆત કરી અને એ લોકોએ સ્વીકારી લીધુ.સાચી મહેનત તો અમારા પાંચાભાઈની છે.માણસ નાનો છે પણતેનું દિલ મોટુ છે. બાપુએ કાલે જ તેમનું સન્માન કર્યું છે. એટલે અમારા સમાજમાં ગૌરવની વાત છે.



    સમગ્ર મામલે દેવાભાઈએ જણાવ્યું હતું કે મારા કાકાને એવો ઉમંગ આવ્યો કે હનુમાનજી દાદાની કથા ચાલી રહી છે.. તેમાં સેવાકરવાનું મન થયું હતું.જેથી અમારા સમાજે ઉમંગ સાથે ખંભાથી ખંભા મિલાવીને આ સેવા કામ શરૂ કર્યું હતું. આજે 25-30 હજારમાણસો જે સપ્તાહની અંદર આવે છે. તેઓને અમે ચા-કોફી પીવડાવીએ છીએ.અમે અમારા કાકાની સાથે જ ઉભા છીએ.

    First published:

    Tags: Local 18, Salangpur, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો