Home /News /rajkot /રાજકોટમાં ટ્રાફિક નિયમોની ઐસી કી તૈસી કરી નબીરાઓએ જાહેરમા કર્યા જોખમી સ્ટંટ

રાજકોટમાં ટ્રાફિક નિયમોની ઐસી કી તૈસી કરી નબીરાઓએ જાહેરમા કર્યા જોખમી સ્ટંટ

વીડિયોમાં બાઈક ચલાવતો શખ્સ આ સ્ટંટ કરતા શખ્સને સાથ આપી રહ્યો છે.

જો કોઈ પણ સંજોગોમાં આ બાઈક ચાલક અથવા તો પાછળ સ્ટંટ કરી રહેલા શખ્સના કારણે જો અકસ્માત સર્જાય તો આ જાહેર રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકો પણ અકસ્માતનો ભોગ બની શકે છે.

    હાર્દિક જોશી, રાજકોટ: રાજકોટ શહેરમાં નબીરાનો વીડિયો વાયરલ થયો છે. આ નબીરાઓ જાણે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો હોય તેમ બેખોફ વીડિયો બનાવ્યો હતો. શહેરના હાર્દ સમાં ગણાતા રેસકોર્સ રીંગરોડ પરનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક સ્પલેન્ડર બાઇકમાં બે શખ્સ સવારી કરી રહ્યા છે. એવા સમયે જ બાઈકમાં પાછળ બેઠેલા એક શખ્સને જાણે પોતાની બહાદુરી બતાવવાનું ભૂત ચડ્યું હોય તેમ આ શખ્સ બાઈકની પાછળની સીટમાં કે જ્યાં બેસવાનું હોય ત્યાં ઉભો થાય છે અને પોતાની કહેવાતી બહાદુરીનું પ્રદર્શન કરી રહ્યો છે

    વીડિયોમાં બાઈક ચલાવતો શખ્સ આ સ્ટંટ કરતા શખ્સને સાથ આપી રહ્યો છે. એટલું ઓછું હોય તેમ આ બાઈકની બંને તરફની નંબર પ્લેટ પણ નિયમ વિરુદ્ધની છે. પોતાની બહાદુરીની પ્રદર્શન કરતા આ બંને શખ્સો પોતાની મસ્તીમાં મગ્ન છે.

    આ પણ વાંચો- ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 22 અને 23 સપ્ટેમ્બરે મળે તેવી સંભાવના

    જોકે તેઓની આ લાપરવાહીના કારણે અકસ્માત સર્જાઇ શકે છે. એક પાછળ બેઠેલા શખ્સનો પગ જો પાછળની સીટમાંથી લપસી જાય તો તેનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે તેમજ બાઈક ચલાવતા જો બેલેન્સ ગુમાવી બેસે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. આ બંને શખ્સો સરાજાહેર ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરી રહ્યા છે. તેમજ પોતાની સાથે સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.

    આ પણ વાંચો- ગુજરાત હાઈકોર્ટનાં કડક નિર્દેશ બાદ પણ અમદાવાદના રોડ પર ઢોરનો અડિંગો

    જો કોઈ પણ સંજોગોમાં આ બાઈક ચાલક અથવા તો પાછળ સ્ટંટ કરી રહેલા શખ્સના કારણે જો અકસ્માત સર્જાય તો આ જાહેર રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકો પણ અકસ્માતનો ભોગ બની શકે છે. આ વીડિયો એ રાત્રિના સમયનો હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ આ શખ્સોને ઝડપી પાડી તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેવું સૌ ઈચ્છી રહ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Rajkot crime news, Rajkot videos, રાજકોટ, રાજકોટના સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन