Home /News /rajkot /Video: રાજકોટમાં નબીરાઓ રીલ બનાવવાના ચક્કરમાં થાર ગાડી લઇ ડેમમાં ઘૂસી ગયા

Video: રાજકોટમાં નબીરાઓ રીલ બનાવવાના ચક્કરમાં થાર ગાડી લઇ ડેમમાં ઘૂસી ગયા

જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. તે પણ ખૂબ શંકાસ્પદ છે.

આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વિડીયોમાં પ્રથમ ભાગમાં વિડીયો બનાવવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જ્યારે કે બીજા ભાગમાં ઇન્સ્ટા આઇડીમાં થાર કાર સહિતની અન્ય કાર સાથે લોકો ડેમની નજીકના ભાગે ઉભા હોઈ તે પ્રકારનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે.

વધુ જુઓ ...
ઇન્સ્ટા માટે રીલ (Insta Reel)બનાવવાના ચક્કરમાં યુવાનો જોખમ ખેડતા હોઈ તે પ્રકારના વિડીયો અવાર નવાર વાયરલ ((Viral Video)) થતા રહે છે. વાયરલ વિડીયો મામલે સંજ્ઞાન લીધા બાદ પોલીસ કાયદેસરની કાર્યવાહી પણ કરતી હોય છે. ત્યારે રાજકોટ શહેર (Rajkot City)માં એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં કેટલાક નબીરાઓ ન્યારી ડેમ (Nyara Dam) પાસે પોતાની લાખેણી કાર સાથે દેખાઈ છે. જ્યારે કે નબીરાઓ થાર કારમાં દરવાજાની બહાર ઊભા રહી કાર ડેમના પાણીમાંથી પસાર કરતા નજરે પડે છે.

શું દેખાઈ રહ્યું છે વીડિયોમાં? 

આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે વિડીયોમાં પ્રથમ ભાગમાં વિડીયો બનાવવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જ્યારે કે બીજા ભાગમાં ઇન્સ્ટા આઇડીમાં થાર કાર સહિતની અન્ય કાર સાથે લોકો ડેમની નજીકના ભાગે ઉભા હોઈ તે પ્રકારનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે. જે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. તે વિડીયોમાં અન્ય બે થી ત્રણ લોકોના ઇન્સ્ટા આઇડી અને તેમાં અપલોડ કરવામાં આવેલ વિડીયોની પણ જલક જોઈ શકાય છે.



વાયરલ કરવામાં આવેલ વિડીયો શંકાસ્પદ!

જે પ્રમાણે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. તે પણ ખૂબ શંકાસ્પદ છે. સામાન્ય રીતે આ પ્રકારની રીલ ઇન્સ્ટા માટે બનાવવામાં આવતી હોય ત્યારે રો મટીરીયલ ફૂટેજ અને અપલોડ કરવામાં આવેલ ફૂટેજ અલગ અથવા તો સયુંકતમાં ઇફેક્ટ સાથે રાખવામાં આવતું હોય છે. પરંતુ જે પ્રમાણે 42 સેકન્ડનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પ્રથમ SATU_RANA_77 & ત્યાર બાદ AahishTanna અને Miraj_akbari1 નામના આઇડી ના વિડીયો સાથે જોઈ દેવામાં આવ્યા છે. SATU_RANA_77 અને AahishTanna ની થાર કાર અને લોકેશન પ્રાથમિક દ્રષ્ટિએ એક જ જગ્યાના હોવાનું લાગે છે.

આ પણ વાંચો- ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે કોરોના કેસમાં ધડાકો, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

જ્યારે કે Miraj_akbari1નો જે વિડીયો જોડવામાં આવ્યો છે. તેને મૂળ ઘટના સાથે કોઈ લેવા દેવા હોઈ તેવું લાગતું નથી. ત્યારે સવાલ અહી એ ઉભો થાય છે કે, આ પ્રકારે ત્રણ લોકોના અલગ આઇડી દર્શાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી કોને ફાયદો છે?
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Latest News Rajkot, Rajkot Crime, Rajkot police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन