Home /News /rajkot /

પરિણીતાએ સતત છઠ્ઠી દીકરીને જન્મ આપતા સાસરિયાંઓ ગિન્નાયા, મહિલા સાથે કર્યું અભદ્ર વર્તન

પરિણીતાએ સતત છઠ્ઠી દીકરીને જન્મ આપતા સાસરિયાંઓ ગિન્નાયા, મહિલા સાથે કર્યું અભદ્ર વર્તન

આ મામલે પરિણીતાએ પોલીસમાં પોતાની ફરિયાદ નોંધાવી છે.

લગ્ન જીવન દરમિયાન મેં પાંચ દીકરીઓને જન્મ આપ્યો હતો. છઠ્ઠી દીકરીને જન્મ આપતા સાસુ સસરા તેમજ પતિ સહિતનાઓએ પોતાની નાપસંદગી દર્શાવી હતી.

રાજકોટ શહેર (Rajkot City)માં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ સતત છઠ્ઠી દીકરીને જન્મ આપતા સાસુ-સસરા અને પતિ સહિતનાઓ નારાજ થયાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પરિણીતાએ રાજકોટની મહિલા પોલીસ (Rajkot Women Poilice) મથકમાં પતિ સસરા અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના નાગબાઈ પાર્કમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી જયશ્રીબેન પટેલ નામની પરિણીતાએ કાલાવડ ખાતે રહેતા પતિ ભાવેશ પટેલ, સસરા દામજી પટેલ અને સાસુ હેમબેન પટેલ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

પરિણીતા એ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન વર્ષ 2010માં થયા હતા. છેલ્લા ચાર મહિનાથી પોતે અલગ રહે છે. લગ્ન બાદ પતિ કામ ન કરતો હોવાથી પોતે શિક્ષકની નોકરી કરતી હતી. શિક્ષકની નોકરી કરતી હોવાના કારણે તે પોતે ગામડે જઈ શકતી ન હોવાથી સાસુ તેને મેળા ટોણા મારી કહેતા હતા કે, તું બહુ નોકરી કરે છે ગામડે આવતી જ નથી. તારી જેમ કોઈ કામને ચોંટીને રહેતું નથી સહિતના અનેક મેળા ટોણા મારા સાસુ મરતા હતા. કેટલાક વખત તો મારે માવતરથી પૈસા લાવીને ઘર ચલાવવાની ફરજ પડતી હતી.

આ પણ વાંચો- પતિએ ફોન પર પત્નીને એવી વાત કહી કે પરિણીતાએ ભર્યું ભયાનક પગલું

લગ્ન જીવન દરમિયાન મેં પાંચ દીકરીઓને જન્મ આપ્યો હતો. છઠ્ઠી દીકરીને જન્મ આપતા સાસુ સસરા તેમજ પતિ સહિતનાઓએ પોતાની નાપસંદગી દર્શાવી હતી. તેમજ કહ્યું હતું કે હવે તારે ગામડે જ રહેવાનું છે ને વાડીમાં જ કામ કરવાનું છે. સમગ્ર મામલે મારા પતિએ મારી સાથે ઝઘડો કરી કહ્યું હતું કે, તારે ગામડે ન આવવું હોય તો તારા બાપના ઘરે જતી રહેજે. દીકરીનું અકસ્માત થયું તેમ છતાં પતિ તેની ખબર પૂછવા પણ ન આવતા અંતે પરણીતાએ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Latest News Rajkot Crime, રાજકોટ, રાજકોટના સમાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन