Home /News /rajkot /રાજકોટમાં સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ, શાપર નજીક યુવાનની પથ્થરના ઘા ઝીંકી કરાઈ હત્યા

રાજકોટમાં સામાન્ય બોલાચાલીમાં ખેલાયો ખૂની ખેલ, શાપર નજીક યુવાનની પથ્થરના ઘા ઝીંકી કરાઈ હત્યા

શાપર નજીક શ્રમિકની પથ્થરના ઘા ઝીંકી હત્યા

Rajkot Murder: રાજકોટમાં એક શ્રમિકની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. સંજય ડાભી નામના યુવકની આવી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ: રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યો છે. શાપર નજીક એક શ્રમિકની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. શાપરમાં બે પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. નજીવી બાબતે થયેલા ઝઘડા બાદ બોથડ પદાર્થ વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પરપ્રાંતિય સંજય ડાભી નામના યુવકની આવી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ગૌરવ મહેતા દ્વારા હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યુ છે. હોલ મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

માવો ખાતા વખતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી


રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં આવેલા શીતળા માતાના મંદિર પાસે યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પરપ્રાંતીય ગૌરવ મહેતા નામના શખ્સે સંજય ડાભી નામના યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ દ્વારા ગૌરવ મહેતા નામના શખ્સ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.  મળતી માહિતી અનુસાર સાપર વેરાવળના શીતળા માતા મંદિર પાસે આવેલા પાનના ગલ્લા પર માવો ખાતા વખતે ગૌરવ મહેતા અને સંજય ડાભી વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીમાં ગાળો બોલવાની ના પાડતા ઓરડીમાં લઈ જઈ સંજય ડાભીની હત્યા કરવામાં આવી હતી.


મૃતક સંજય ડાભી ધંધુકાના સરવાળ ગામનો વતની હતો


હત્યા કર્યા બાદ હત્યારો આરોપી મૃતકની લાશને ઓરડીની બહાર ઢસડી ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલાની જાણ શાપર વેરાવળ પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. તેમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લાશને તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી. જાણવા મળતી વિગત અનુસાર મૃતક સંજય ડાભી ધંધુકાના સરવાળ ગામનો વતની હતો અને શાપર વેરાવળમાં કલર કામ કરી પોતાનું આર્થિક ગુજરાન ચલાવતો હતો. સમગ્ર મામલે મૃતકના પિતરાઈ ભાઈ મહેશ ડાભીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગૌરવ મહેતા નામના શખ્સ દ્વારા બોથળ પદાર્થ મારી મારા ભાઈની હત્યા નીપજાવવામાં આવી છે.

આ પણ વાંચો: પત્ની સાથે કઢંગી હાલતમાં પકડાયેલા મિત્રની બે લોકોએ કરી કરપીણ હત્યા

અગાઉ પણ રાજકોટમાં બે લોકોની હત્યા કરાઈ હતી


ઉલ્લેખનીય છે કે, બે દિવસ પૂર્વે રાજકોટ શહેરમાં એક પતિએ પોતાની પત્ની અને પાટલા સાસુને હથોડીના ઘા ઝીંકી હત્યા નીપજાવાનો પ્રયાસ કર્યો  હતો. તેમજ ત્યારબાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. પોલીસે પણ ઘટના સ્થળે પહોચીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:Vimal Prajapati
First published:

Tags: Murder case, Rajkot murder, ઘાતકી હત્યા, રાજકોટ હત્યા

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन