Home /News /rajkot /

Swine Flu: રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો ફુફાળો, વધતો રોગચાળો તહેવારોમાં ચિંતા વધારશે

Swine Flu: રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો ફુફાળો, વધતો રોગચાળો તહેવારોમાં ચિંતા વધારશે

વધતા કેસને લઈને સરકારી તંત્ર પણ અલગ-અલગ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂને લઈને વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

ચોમાસુ પોતાની સાથે જ છેલ્લા કેટલાય સમયથી સમયથી પાણીજન્ય રોગચાળામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં અગાઉ પણ તહેવારો બાદ કોરોનાની બીજી લહેરે માઝા મૂકી હતી.

    હાર્દિક જોશી, રાજકોટ: રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્ર (Saurashtra) માં કોરોના બાદ સ્વાઇન ફલૂ (Swine Flu)નો કહેર જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજકોટમાં સ્વાઇન ફલૂ (Rajkot Swine Flu Case)થી 1 અને કોરોનાથી 1 દર્દીનું મોત થયાનું સામે આવ્યું છે. વરસાદી ઋતુ અને મિશ્ર ઋતુને કારણે વાયરલ વાયરા વધ્યા છે.

    સ્વાઈન ફ્લૂના લક્ષણ અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે તાવ, ગળું બળવું, માથું દુઃખવું જેવા સ્વાઇન ફ્લૂના લક્ષણો હોય છે. આવા લક્ષણ જેમને દેખાય તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. છીંક અને ઉધરસને કારણે સ્વાઇન ફલૂ ફેલાઈ છે. 5 વર્ષ કરતા નાના બાળકી, 65 વર્ષ કરતા મોટા વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓને થવાની શકયતા વધુ હોય છે.

    તહેવારના દિવસોમાં બહારનું ખાવાનું ટાળવું અને ઠંડા પીણાં અને ગરમ પાણી પીવાનું રાખવું જોઈએ. ગઈકાલે 1 સ્વાઇન ફલૂના કારણે એકનું મોત થયું હોવાનું મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, સ્વાઇન ફ્લુના કેસ વધી રહ્યા છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ સ્વાઈન ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે.

    આ પણ વાંચો- મહાપંચાયતમાં માલધારીઓનો હુંકાર, લમ્પી વાયરસથી મૃત્યુ પામેલા પશુ દીઠ એક લાખનુ વળતર આપો

    વધતા કેસને લઈને સરકારી તંત્ર પણ અલગ-અલગ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂને લઈને વ્યવસ્થા કરી રહ્યું છે. એવામાં જ્યારે આગામી દિવસોમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારે રોગચાળો વધુ વકરી શકે તેવી પણ શક્યતાઓ સેવામાં આવી રહી છે. એમાં પણ જ્યારે સ્વાઈન ફ્લૂ અને કોરોના જેવા રોગો ઝડપથી ફેલાતા હોય છે ત્યારે આગામી તહેવારોમાં જ્યારે લોકોના મેળાવડા જામે ત્યારે આવા રોગચાળામાં  ઉછાળો આવે તેવું તબીબો નું માનવું છે.

    આ પણ વાંચો- અમદાવાદમાં કુરિવાજો નાથવા રબારી સમાજની પહેલ, લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચ રક્ષાબંધન બાદથી બંધ

    ચોમાસુ પોતાની સાથે જ છેલ્લા કેટલાય સમયથી સમયથી પાણીજન્ય રોગચાળામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં અગાઉ પણ તહેવારો બાદ કોરોનાની બીજી લહેરે માઝા મૂકી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Rajkot News, Swine flu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन