Home /News /rajkot /

રાજકોટ: લંપી વાયરસનાં કારણે જિલ્લામાં 7 પશુઓના મોત, દૂધની આવકમાં પણ નોંધાયો ઘટાડો

રાજકોટ: લંપી વાયરસનાં કારણે જિલ્લામાં 7 પશુઓના મોત, દૂધની આવકમાં પણ નોંધાયો ઘટાડો

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 30000 થી પણ વધુ પશુઓને વેક્સિનેટેડ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં 47,000 જેટલા પશુઓને વેક્સિન અપાઈ ચૂકી છે. જે ગામડામાં રાજકોટ ડેરીની મંડળી આવેલી છે. તે ગામમાં જો કોઈ એક પણ પશુને વાયરસ ના લક્ષણો જોવા મળે તો તે ગામમાં આવેલા તમામ પશુઓને વેક્સિનેટેડ કરવામાં આવે છે.

રાજકોટ (Rajkot) સહિત સમગ્ર ગુજરાત (Gujarat)માં લમ્પી વાયરસે (Lumpy Virus) હાહાકાર મચાવ્યો છે. ત્યારે વરસાદ, રોગચાળો અને વાયરસના કારણે દૂધના ઉત્પાદનમાં પણ હાલ ઘટાડો નોંધાયો છે. રાજકોટ ડેરી (Rajkot Dairy) સામાન્યતઃ વાર્ષિક આવક પ્રતિ દિવસની 4.49 લાખ લિટર દૂધની હોય છે. જે ચોમાસામાં (Gujarat Monsoon) જૂન-જુલાઈ અને ઓગસ્ટમાં 3.70 લાખ લિટરની થઈ જાય છે. ત્યારે હાલ વરસાદ રોગચાળો અને વાયરસના કારણે 3.60 લાખ લિટરની થઈ ગઈ છે. આમ દૂધની આવકમાં 3% નો ઘટાડો નોંધાયો છે.

ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ જણાવ્યું હતું કે, હજુ આગામી બે અઠવાડિયા સુધી દૂધની ઘટ રહેશે. બે અઠવાડિયા બાદ દૂધની આવક સ્ટેબલ થઈ જશે. તો બીજી તરફ વાઇરસના પગલે જિલ્લા દૂધ સંઘ દ્વારા 195 ગામના 1.20 લાખ પશુઓને વેક્સિનેશન આપવાની કામગીરી હાલ શરૂ છે.

આ પણ વાંચો- ચાલુ બસમાં યુવકનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવાયો, મુસાફરોને પણ ખબર ના પડી

અત્યાર સુધીમાં 47,000 જેટલા પશુઓને વેક્સિન અપાઈ ચૂકી છે. જે ગામડામાં રાજકોટ ડેરીની મંડળી આવેલી છે. તે ગામમાં જો કોઈ એક પણ પશુને વાયરસ ના લક્ષણો જોવા મળે તો તે ગામમાં આવેલા તમામ પશુઓને વેક્સિનેટેડ કરવામાં આવે છે. તેમજ ડેરીની આરોગ્ય વિભાગની એક ટીમને હાલ ડેરીમાં નહીં પરંતુ ગામડે ગામડે પ્રવાસ ખેડી પશુઓનું સર્વે કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમજ આગામી બે દિવસમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.

આ પણ વાંચો- ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે

તો બીજી તરફ જિલ્લા પંચાયત હસ્તક આવતા પશુપાલન વિભાગ નું કહેવું છે કે, તેમના દ્વારા જુદી જુદી 49 ટીમો બનાવવામાં આવેલી છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 30000 થી પણ વધુ પશુઓને વેક્સિનેટેડ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં કુલ 748 કેસ લંપી વાઈરસના નોંધાયા છે. જે પૈકી રાજકોટ શહેરમાં એક ગોંડલ તાલુકામાં એક જામકંડોરણા તાલુકામાં બે જ્યારે કે પડધરી તાલુકામાં ત્રણ જેટલા પશુઓના મોત નીપજ્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Rajkot News, રાજકોટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन