Mustufa Lakdawala, Rajkot: રાજકોટ મહાનગરપાલિકાની (RMC) ફાયર એન્ડ ઈમરજન્સી શાખા (Fire and Emergency Branch) દ્વારાગઈકાલે ભારે પવન (Heavy winds) અને વરસાદના (rain) કારણે શહેરમાંવિવિધ જગ્યાએ ઝાડ પડવા અંગેની ફરિયાદો (Complaints) આવી હતી. જેમા મકાન ઉપરવીજ થાંભલાફોર વ્હીલતથા ટુ-વ્હીલરપર અલગ અલગ 43 વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી (Tree collapsed) થયા હતા. જેમાં ભગવતીપરામાં કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. તેમજ વૃક્ષો ધરાશાયી થવાથી 3 કાર, 1 રિક્ષા અને 3 ટુ-વ્હીલરને નુકસાન થયું હતું. ફાયરબ્રિગેડ દ્વારા સ્થળ પહોંચી તત્કાલિક ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી કરી હતી. આ ઉપરાંત શહેરની શિવધારા સોસાયટીમાં છત પરથી ભારે પવનને કારણે સોલાર પેનલ ઉડીને નીચે પડી હતી. જોકે આ બનાવમાં કોઇને ઇજા પહોંચી નહોતી.
શહેરમાં ક્યાં વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા તેની યાદી
શહેરમાં નવા થોરાળા વિજય નગર સોસાયટી ફિલ્ડ માર્શલ પાસે, હુડકો પોલીસ ચોકી સામે, કોઠારીયા રોડ, ભગવતીપરા શેરી નં.1, સંજયનગર શેરી નં. 4, ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં. 7, કુવાડવા રોડ, 80 ફૂટ રોડ મોહનભાઇ હોલ પાસે, કોઠારીયા રોડ, બાલકૃષ્ણ સોસાયટી સંત કબીર રોડ, ગેલેક્સી રોડ ગેલેકસી બિલ્ડીંગમા, ગાંધીગ્રામ શેરી નં.6 બી રાજેશ પાન પાસે, સંત કબીર રોડ સંગમ બિલ્ડીંગ પાસે, ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં.7 એ 80 ફૂટ રોડ, કુવાડવા રોડ વગેરે વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા.
ઇન્દ્રપ્રસ્થ નગરમાં મકાનના ડેલા પર ઝાડ પડ્યું
આ ઉપરાંત ગાંધીગ્રામ મોચીનગર6 શેરી નં. 8, સંત કબીર રોડ શક્તિ ઠાકર ધણી પાન વાળી શેરી, ગોવિંદનગર મેઇન રોડ કોઠારીયા કેદારનાથ ગેટ બાજુમા, કુવાડવા રોડ ગોકુલ હોસ્પિટલ સામે, ભગવતી પરા સોસાયટી શેરી નં.1 મધર ટેરેસા મકાન, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર દુધસાગર રોડ મધર ટેરેસા આશ્રમ પાસે મકાન પર અને ઇન્દ્રપ્રસ્થ નગર શેરી નં. 1/8માં મકાનના ડેલા પર ઝાડ પડ્યું હતું.
રેસકોર્સ પાર્ક 1માં કાર પર ઝાડ પડ્યું
હેમુ ગઢવી હોલ સામે મેઇન રોડ પર, એરપોર્ટ રોડ રાજકૃતિ એપાર્ટમેન્ટ પાસે, એરપોર્ટ રોડ આશુતોષ સોસાયટી મા મકાન પર, શ્રોફ રોડ પર, શાળા નં.29 પાસે નવા થોરાળા, સંત કબીર રોડ બાલકૃષ્ણ સોસાયટી રસ્તા પર, નિર્મલા રોડ પારસ કોલોનીની બાજુમા, એરપોર્ટ રોડ ગોવિંદભાઇની વાડીની બાજુમા, અલ્કા સોસાયટી મવડી ફાયર સ્ટેશનની સામે, ચંદ્રેશ નગર ખીજડાવાળો હોકર્સ ઝોનમા, લક્ષ્મીનગર1 શુલભની સામે મંદિરની અંદર, રૈયા રોડ ચંદન પાર્ક અક્ષર સ્કુલ પાસે, રેસકોર્ષ પાર્ક1 ફોર વ્હીલ પર ઝાડ પડ્યું હતું.
અમિન માર્ગ પર મકાન પર ઝાડ પડ્યું
તેમજ બાબરીયા કોલોની શેરી નં.4 મહેમુદભાઇ ની ગાડી પર, નવલનગર શેરી નં.4, સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર મેઇન રોડ, ભગવતી પાર્ક1 આશ્રમની બાજુમા ફોર વ્હીલ પર, પંચવટી સોસાયટી અમિન માર્ગ પર મકાન પર, અમિન માર્ગ જનકલ્યાણ સોસાયટીમા રોડ પર, ગાંધીગ્રામ શેરી નં.6 રાજેશ પાનની બાજુમા, વોર્ડ ઓફીસની બાજુમા કુવાડવા રોડ પર, શ્રીરામ પાર્ક મકાન પર ભગવતી હોલ પાસે મોરબી રોડ પર ઝાડ પડેલ હતા. જે રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat monsoon, Latest News Rajkot, Monsoon News, રાજકોટ