ગોંડલ પંથકમાં છવાયેલા તસ્કરોના તરખરાટની વાત કરીએ તો થોડા વર્ષો પહેલા ગોંડલ તાલુકાના ખાટખિલોરી ગામે પણ સ્મશાનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલ ખાટલાની ચોરી થવા પામી હતી.
ગોંડલ (Gondal) ના દેરડી કુંભાજી ગામે તસ્કરોએ સ્મશાનમાં ચોરી (Theft in the cemetery) કરી હતી. તસ્કરો સ્મશાનની દિવાલ કૂદી લાકડા રૂમમાં આવ્યા અને મૃતદેહને અગ્નિદાહ આપવા માટેનો લોખંડનો ખાટલો ઉઠાવી ગયા હતા. થોડા વર્ષો પહેલા પણ ગોંડલમાંથી આજ પ્રકરની ઘટના સામે આવી હતાી. જેથી ગોંડલમાં તસ્કરોના તરખાટથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્મશાનમાં ક્યારેય તાળા નથી કેમકે ત્યાં ક્યારેય ચોરી થતી નથી હોતી. જોકે ગોંડલ દેરડી કુંભાજી ગામે તસ્કરોએ સ્મશાન અને પણ નથી છોડ્યું. દેરડી ગામમાં સ્મશાનમાં ચોરી થઈ કૈલાશધામ એટલે કે સ્મશાનમાં રાત્રીના તસ્કરો ખાબક્યા હતા. સ્મશાનની દિવાલ ઠેકીને તસ્કરો લાકડા રૂમમાં પડેલ મૃતકોને અગ્નિદાહ આપવા માટેનો લોખંડનો ખાટલો ઉઠવી ગયા હતા. જેમને લઈને ગોંડલ પંથકમાં છવાયેલા તસ્કરરાજે સ્મશાનને પણ ન છોડતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો હતો.
ગોંડલ પંથકમાં છવાયેલા તસ્કરોના તરખરાટની વાત કરીએ તો થોડા વર્ષો પહેલા ગોંડલ તાલુકાના ખાટખિલોરી ગામે પણ સ્મશાનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલ ખાટલાની ચોરી થવા પામી હતી. જેમને લઈને ગોંડલ પંથકમાં સ્મશાનને નિશાન બનાવતા તસ્કરોને પોલીસ ઝડપી પાડે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા જ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક નવાગામ ખાતે સ્મશાનમાં ચોરી થઇ હતી. જ્યાં બે શખ્સોએ સ્મશાનમાં પ્રવેશ કરી લાકડા કાપવાના મશીન સહિત સામાન મળી કુલ બે લાખ રૂપિયાનો સામાન ચોરી ફરાર થઇ ગયા હતા.