ઈમિટિશન જ્વેલરીના પાસ્ટ પ્રમુખ નરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમને બજેટમાં ઘણી બધી રાહત આપવામાં આવે જ છે.અમારી માંગ પ્રમાણે અમારો GSTમાં 3 ટકામાં સમાવેશ કર્યો છે.
Mustufa Lakdawala,Rajkot : બજેટ 2023-24 ટુંક સમયમાં રજુ થશે.ત્યારે અલગ અલગ એસોસિએશનના લોકોને આ બજેટમાં રાહત મળે તેવી ઘણી આશા છે.એવામાં રાજકોટ ઈમિટેશન જ્વેલરી બજારના વેપારીઓની પણ કેટલીક માંગ છે.રાજકોટ ઈમિટેશન જ્વેલરીના પ્રમુખે બજેટ રજુ થાય તે પહેલા કેટલીક રજુઆત કરી છે.
ઈમિટિશન જ્વેલરીના પાસ્ટ પ્રમુખ નરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમને બજેટમાં ઘણી બધી રાહત આપવામાં આવે જ છે.અમારી માંગ પ્રમાણે અમારો GSTમાં 3 ટકામાં સમાવેશ કર્યો છે.બજેટ આવી રહ્યું છે ત્યારે અમારી એક જ માંગ છે કે રો મટિરિયલમાં જ્વેલરીનું એવું સંભળાઈ છે કે 10થી 12 વસ્તુ એવી છે કે ચાઈનાથી જે આયાત કરવામાં આવે છે.તેના પર અંકુશ મુકવામાં આવે છે.એવુ સાંભળવા મળી રહ્યું છે.
સરકાર તૈયાર જ્વેલરી પર અંકુશ મુકે તો તે ખુબ સારી વાત છે. કારણ કે ચાઈનાની જ્વેલરી સસ્તી અને ફિનિશિંગમાં સારી અને ટકાઉ હોય છે.. તેની સામે ભારતની જ્વેલરી એટલી દેખાવમાં એટલી સારી હોતી નથી.આ સાથે જ તેની કિંમત પણ વધારે હોય છે. જો ચાઈનાની જ્વેલરી પર અંકુશ મુકવામાં આવે તો લોકલ જ્વેલરી વધારે વેંચાઈ.
જો વધારે વેંચાઈ તો અહિંયાના લોકોને વધારે રોજગારી મળી શકે.સરકાર જે જ્વેલરીના રો મટિરિયલમાં અંકુશ મુકે તો અમને તકલીફ પડે.કારણ કે મોટાભાગનું રો મટિરિયલ ચાઈનાથી આવે છે.અને રોજ ત્યાંથી નવુ નવુ આવતુ હોય છે. જેમાંથી અમે જ્વેલરી બનાવીએ છીએ અને તેને અમે એક્સપોર્ટ કરીએ છીએ.
એટલે સરકાર ખાલી રો મટિરિયલનું ધ્યાન રાખે તે અમારી માંગ છે.રાજકોટનું ઈમિટેશન માર્કેટ ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ધંધામાં અઢીથી 3 લાખ લોકોને રોજગારી મળે છે. સૌરાષ્ટ્રના નાના મોટા ગામમાં અનેક લોકોને આ ધંધા થકી રોજગારી મળે છે.
અમારૂ જે જોબ વર્ક થાય છે તેમાં 80 ટકા મહિલાઓનું યોગદાન છે. એટલે જો રો મટિરિયલમાં અંકુશ મુકવામાં આવે તો અમને નુકસાન થાય છે.અને નવી ડિઝાઈન પણ બની શકતી નથી.આ સાથે જ રોજગારીમાં પણ મોટો તફાવત આવે છે.