Home /News /rajkot /શુક્રપીંડની વાત: જો તમારા બાળકમાં આ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરને બતાવો 

શુક્રપીંડની વાત: જો તમારા બાળકમાં આ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરને બતાવો 

X
જો

જો તમારા બાળકમાં આ લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરને બતાવો 

રાજકોટની બી.ટી.સવાણી હોસ્પિટલનાં ડોક્ટર વિવેક જોશીએ યુરોલોજીને લઈને લોકોમાં જાગૃતિ વધે તે માટે કેટલીક વાતો આપણી સાથે શેર કરી છે.

    Mustufa Lakdawala,Rajkot : આપણે સૌ જાણીએ છીએ કે કેટલીક એવી બિમારી હોય કે કેટલાક એવા દુખાવા હોય કેજેની જાણ આપણે બીજાને કરવામાં શરમનો અનુભવ કરતા હોય છીએ.પણ આપણે વાત પણ શેર કરતા નથી. જેનુ પરિણામઆપણે ભવિષ્યમાં ભોગવવું પડે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું શુક્રપીંડને લગતી ખાસ વાતો. આ વિગતો તમારાબાળકો માટે અગત્યનાં છે.

    રાજકોટની બી.ટી.સવાણી હોસ્પિટલનાં ડોક્ટર વિવેક જોશીએ યુરોલોજીને લઈને લોકોમાં જાગૃતિ વધે તે માટે કેટલીક વાતોઆપણી સાથે શેર કરી છે. જેથી કરીને આપણે અને આપણી આસપાસના લોકોમાં જાગૃતિ આવી શકે છે. તેમણે કહ્યું કે દરેકપુરૂષને શુક્રપીંડની બે ગ્રંથીઓ હોય છે, જે લટકતી હોય છે. જેને તબીબી ભાષામાં ટેસ્ટીકલ કહેવામાં આવે છે. સાદી ભાષમાંશુક્રપીંડ કહેવાય છે.

    જ્યારે બાળક પેટમાં હોય ત્યારે આ શુક્રપીંડની ગ્રંથીનો વિકાસ બાળકના પેટમાંથી થાય છે અને જન્મ સમય પહેલા પેટની જેબહાર નીકળીને થેલીમાં ગોઠવાઈ છે.આ શુક્રપીંડની જે ગોળી હોય તેની લોહીની સપ્લાઈ પેટમાંથી આવતી હોય છે.વાસ્તવિકરીતે કહીએ તો આ શુક્રપીંડની ગોળી પેટમાંથી આવતી લોહીની નસોની ઉપરથી લટકતી પડેલી હોય છે.એટલે કે જ્યારે કોઈ પણવસ્તુ ફ્રી હેન્ગીંગ હોય ત્યારે લોહી ચડી જવાનો ભય હોય છે.એટલે એને વડ ચડી શકે છે અથવા આંટી વડી શકે છે.

    ત્યારે જો કોઈ કારણસર તેમાં વળ ચડી જાય તો દુખાવો થાય છે અથવા જોરદાર ટક્કર લાગે ત્યારે દુખાવો થાય છે.જેને ટોર્ઝનઓફ ટેસ્ટેસ કહેવામાં આવે છે. એટલે કે ઘણી વખત આમા લોહીની સપ્લાઈ બંધ જાય કે બીજા કોઈ કારણસર સમસ્યા આવે તો6 કલાકની અંદર આ સમસ્યાનું નિવારણ લાવવુ એટલે કે ઓપરેશન કરાવવું જરૂરી છે.

    આપણે જાણીએ છીએ કે શરીરનો કોઈ પણ ભાગ લોહી વગર જીવીત રહી શકતો નથી.એટલા માટે શરીરના દરેક જગ્યા પરલોહી પહોંચવુ જરૂરી છે. પણ ઘણી વખત માતા-પિતા સમસસર બતાવે નહીં.અને ડોક્ટરની જાણ બહાર રહી જાય તો આમુશ્કેલી ઉભી કરે છે. કારણ કે જો 6 કલાકમાં ઓપરેશન ન થાય તો બની શકે કે આ ગોળીને કાઢી નાખવી પડે છે.

    જે ભવિષ્ય માટે ઘણી ગંભીર બાબત છે.જેથી અમારી અપિલ છે કે જો તમારા બાળકનો શુક્રપીંડમાં દુખાવો થાય તો તાત્કાલિકબતાવો પછી ભલે અડધી રાતે પણ કેમ આ ઘટના ન બને પણ તેની સારવાર તાત્કાલિક તેની સારવાર કરાવી જોઈએ.
    First published:

    Tags: Local 18, ડોક્ટર, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો