Home /News /rajkot /

Rajkot: જો તમે Child pornography જોશો કે શેર કરશો તો રાજકોટ પોલીસ કરશે આવું?

Rajkot: જો તમે Child pornography જોશો કે શેર કરશો તો રાજકોટ પોલીસ કરશે આવું?

જો

જો તમે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોશો કે શેર કરશો તો રાજકોટ પોલીસ કરશે આવું?

રાજકોટ સાયરબ ક્રાઈમના (Cyber crime police) અધિકારીએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી કોઈ પણ વ્યક્તિ જોતો હોય, શેર કરતો હોય તેને કેવી રીતે પકડવામાં આવે છે તેના વિશે વાત કરી હતી. ચાઈલ્ડપોર્નો ગ્રાફીનો વીડિયો ભૂલથી પણ શેઅર કર્યો કે જોયો તો પોલીસ તમને પકડી પાડશે.

વધુ જુઓ ...
    Mustufa Lakdawala,Rajkot: ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું (Child pornography) પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે રાજકોટ સાયરબ ક્રાઈમના (Cyber crime police) અધિકારીએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી કોઈ પણ વ્યક્તિ જોતો હોય, શેર કરતો હોય તેને કેવી રીતે પકડવામાં આવે છે તેના વિશે વાત કરી હતી. ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વીડિયો ભૂલથી પણ શેઅર કર્યો કે જોયો તો પોલીસ તમને પકડી પાડશે. તેમજ કાયદેસરની કાર્યવાહી (Legal action) હેઠળ તમારા વિરુદ્ધ ગંભીર ગુનો (Serious offense) પણ નોંધાય શકે. એટલે ચાઈલ્ડ પોર્નોગ્રાફીથી દૂર રહો અને પોતાને ગુનાથી દૂર રાખો.

    શું કહે છે સાઇબર ક્રાઇમના અધિકારી

    સાઇબર ક્રાઇમના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાઈલ્ડપોર્નો ગ્રાફી એક એવી બાબત છે કે જેમાં ભારત જ નહિ પણ વિદેશની જે સારી સારી એજન્સી છે તે પણ ગંભીરતા ધરાવે છે. સોશિયલ જાઈન્ટ્સ કે જેમાં ગુગલ, ફેસબૂક, એમેજોનમાં ચાઈલ્ડપોર્નો ગ્રાફીનું કન્ટેન્ટ, વીડિયો શેર કરવામાં આવે, ઉપલોડ કરવામાં આવે કે પછી ઉપયોગ કરવામાં આવે તો તેને આ એજન્સી ફ્લેગ કરી અલગ તારવે છે.

    બાદમાં આ વ્યક્તિની માહિતી એકઠી કરી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં મોકલી આપે છે. આ બધી એજન્સી પાસે પોલિસી છે. આવી માહિતી અમારી પાસે પણ આવે છે અને ચાઈલ્ડપોર્નો ગ્રાફીનો વીડિયો જોતા હોઈ, શેર કરતા હોઈ તેની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીએ છીએ.

    લોકોને અપીલ છે કે આવા વિડીયો ડીલીટ કરી દેજો

    આ ખુબ ગંભીર બાબત છે અને આઈટીએફ એક્ટ હેઠળ ગંભીર ગુનો ગણાય છે. લોકોને મારી અપીલ છે કે આવા કોઈ પોર્ન વીડિયો હોઈ જેમાં બાળકો ઇન્વોલ્વ હોઈ કે બાળકોના ફૂટજ હોઈ તો તે વીડિયો ન જોવા આવે ડીલીટ કરી દેવા. તેમજ નજીકના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવો જેથી આપણે ચાઈલ્ડપોર્નો ગ્રાફીની બદી છે તે આપણે દૂર કરી શકીએ.

    રાજકોટ મધ્યસ્થ જેલ બની મહાદેવમય, કેદીઓએ શરૂ કર્યા શ્રાવણના ઉપવાસ

    આ ગુના હેઠળ શું કાર્યવાહી થાય

    આઈટીએફ એક્ટ મુજબ આ ગુનામાં સજા વધુ છે અને જામીન પણ મળવા મુશ્કેલ છે. અજાણ્યે જો તમારી પાસે આવો વીડિયો આવે તો તો તેમાં બાળકો ઇન્વોલ્વ હોઈ તો તે વિડીયોનો તુરંત ડીલીટ કરો અને પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કારો જેથી તમે આ ગુનામાંથી બચી શકો. અમારી પાસે આવા ગુનાની વિગત અમારી સેન્ટ્રલ એજન્સી મારફત મળે છે. અમારી સેન્ટ્રલ એજન્સીઓ આ પ્રકારના ગુનાઓનું મોનીટરીંગ કરે છે. આવા વીડિયો શેર કે એકઠા કરતા હોઈ તે વ્યક્તિની માહિતી અમને મળી જતી હોઈ છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Child Pornography, Cyber crime branch, Gujarat police, Rajkot crime news, Rajkot police

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन