Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં ગુનેગારોને (Criminals) પકડવાના હેતુથી શહેરભરમાં લગાવામાં આવેલા સીસીટીવી કેમેરાનો(CCTV) ઉપયોગ વાહન ચાલકોનેદંડવાથઈ રહ્યોછે. હેલ્મેટ(Helmet)ના પહેર્યું હોયઅને રોન્ગ સાઈડમાં(Wrong side Driving) વાહન ચલાવો એટલે ઈ મેમો(e-memo) ફટકારવામાં આવે છે. જેને ઈ-મેમો જનરેટ થયો હોયતેને દંડની રકમફરજીયાત ભરવાની રહેશે તેવું ટ્રાફિક(Traffic) એસીપીએ જણાવ્યું છે અન્યથા લોક અદાલતમાં(Lok Adalat in Rajkot) કેસકરવામાં આવશે.
રાજકોટના બે વકીલે CP અને ટ્રાફિક એસીપીને નોટિસ આપી
જોકે આ બાબતે રાજકોટના વકીલ કે. ડી. શાહ અને હિમાંશુ પારેખે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને ટ્રાફિક શાખાના એસીપી મલહોતરાને લીગલ નોટિસ આપી છે. જેમાં જણાવ્યું છે કે, હજારો વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવ્યા છે.
જોકે નવેમ્બર પછી ઈ મેમો આવ્યો હોયતેઓએ દંડની રકમ ભરવી પડશે તેવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે વાહનચાલકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ વાહનો ઉભા રાખીને વાહનોના નંબર રાજકોટ સિટી પોલીસની વેબસાઈટમાં નાખી ઈ મેમો તાપસાવામાં આવે છે. જો ઈ મેમો હોયતો ધરાર સ્થળ પરદંડની રકમ વસુલાવામાં આવે છે.
દંડની રકમ ભરવા લાઈન લાગી
બીજી તરફ વાહન ચાલકોમાં કેસના ડરથી ટ્રાફિક શાખામાં લાંબી લાઈન લગાવી દીધી છે. થોડા જ દિવસોમાં વાહનચલાકોએ આઠ લાખનો દંડ ભરી દીધો છે. એસીપીએ મીડિયાના માધ્યમથી કરેલી જાહેરાતમાં કોઈ એવી સ્પષ્ટતા કરી છે કે દંડની રકમ ન ભરી હોઈ તેઓ સામે લોક અદાલતમાં કેસ થશે.
આ અંગે નોટિસમાં જણાવ્યું છે કે, લોક અદાલત એ સમાધાનનું માધ્યમ છે. લોક અદાલતમાં કોઈની સામે કેસ કરવામાં આવતા નથી. જોકે આ અંગે એસીપી સ્પષ્ટતા કરે એ જરૂરી છે. જેથી લોકો ગેરમાર્ગે ના દોરવાઈ.
વાહનચાલક દંડ ભરવાની ના પાડે તો શું થાય
આ અંગે વકીલ હિમાંશુ પારેખે જણાવ્યું હતું કે, વાહનચાલકથી ભૂલ થાય અને ઈ મેમો મળે તો આવા વાહન ચાલકોએ ફરજીયાત દંડ ભરવાનો રહેતો નથી. વાહન ચાલાક આમાં એનસી કેસ લડી શકે છે. આ માટે સરકારી વકીલની વિનામૂલ્યે સેવા મળી શકે છે. લોક અદાલતમાં સમાધાનનું માધ્યમ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Rajkot city, Rajkot traffic, રાજકોટ