Home /News /rajkot /આઈસ્ક્રીમ બનાવતી વાડીલાલ અને અમદાવાદની ઝાયડસ વેલનેસને ફટકારવામાં આવ્યો લાખો રૂપિયાનો દંડ
આઈસ્ક્રીમ બનાવતી વાડીલાલ અને અમદાવાદની ઝાયડસ વેલનેસને ફટકારવામાં આવ્યો લાખો રૂપિયાનો દંડ
કોર્ટે ફરકાર્યો લાખો રૂપિયાનો દંડ
Rajkot Latest News: તપાસના રિપોર્ટ પ્રમાણે એસિડિક વેલ્યુ વધારે જોવા મળી હતી. વેલ્યુ વધારે હોવાના કારણે ખાદ્ય પદાર્થની ગુણવતા ઘટી જાય છે. જેના કારણે લેવાયેલા નમૂનાને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે કોર્ટ કેસ ચાલતા ન્યુટ્રાલાઈટ બ્રાન્ડના બટર બનાવતી કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને રૂપિયા પાંચ લાખ તેમજ તેમની સાથે સંકળાયેલા ડિસ્ટ્રીબ્યુટર તેમજ રિટેલર સહિતનાઓને કુલ રૂપિયા 11,50,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
રાજકોટ: રાજકોટના એજ્યુંડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરની કોર્ટ દ્વારા વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેમની સાથે સંકળાયેલા ડિસ્ટ્રીબ્યુટર તેમજ રિટેલરને ₹5,85,000 જ્યારે કે ઝાયડસ વેલનેસ લિમિટેડ અમદાવાદ અને તેમની સાથે સંકળાયેલા ડિસ્ટ્રીબ્યુટર તેમજ રિટેલરને ₹11,50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
તપાસ માટે 500 ગ્રામનો નમૂનો લેવામાં આવ્યો હતો
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં એજ્યુંડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, ફૂડ અને સેફટી કેસ અંતર્ગત ઝાયડસ વેલનેસ લિમિટેડ દ્વારા બનાવવામાં આવતું ન્યુટ્રાલાઈટ પ્રોફેશનલ ક્રીમિલીસિયસ મિક્સ ફેટ સ્પ્રેડ 500 ગ્રામનો નમૂનો લેવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં એસિડિક વેલ્યુ વધારે જોવા મળી હતી. વેલ્યુ વધારે હોવાના કારણે ખાદ્ય પદાર્થની ગુણવતા ઘટી જાય છે. જેના કારણે લેવાયેલા નમૂનાને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે કોર્ટ કેસ ચાલતા ન્યુટ્રાલાઈટ બ્રાન્ડના બટર બનાવતી કંપની ઝાયડસ વેલનેસ લિમિટેડને રૂપિયા પાંચ લાખ તેમજ તેમની સાથે સંકળાયેલા ડિસ્ટ્રીબ્યુટર તેમજ રિટેલર સહિતનાઓને કુલ રૂપિયા 11,50,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
જ્યારે કે, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂપિયા પાંચ લાખ તેમજ તેમની સાથે સંકળાયેલા ડિસ્ટ્રીબ્યુટર સહિતનાઓ મળી કુલ 5.85લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધોરાજીમાં આવેલી કાવેરી નામની પેઢીમાંથી બદામનીવલ આઈસ્ક્રીમના 700 mlનું પેક લેવામાં આવ્યું હતું. જે નમૂનાના રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ 4 જ આવ્યું હતું. આઈસ્ક્રીમ તરીકે વેચવામાં આવતા કોઈપણ ખાદ્ય પદાર્થમાં ઓછામાં ઓછું 10 ફેટ હોવું જરૂરી છે. આમ નિર્ધારિત વેલ્યુ કરતા ઓછા ફેટ વાપરવામાં આવતા આઇસ્ક્રીમ ઉત્પાદક થી માંડીને રિટેલર સુધીના તમામને દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ફુડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટના ભંગ સબબ જુદી જુદી મિનરલ વોટર વહેંચતી કંપનીઓને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વોટરમાં એરોબિક માઇક્રોબાઇલ કાઉન્ટ વધારે પ્રમાણમાં મળી આવતા દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે આઈસ્ક્રીમ બનાવતી વાડીલાલ અને અમદાવાદની ઝાયડસ વેલનેસને પણ કોર્ટ દ્વારા લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.