કેન્સરગ્રસ્ત પત્ની ડિપ્રેશનમાં ન રહે તે માટે પતિ દરરોજ કામ પર સાથે લઈ જાય
કેન્સગ્રસ્ત પત્ની ડિપ્રેશનમાં ન આવે તે માટે પતિ દરરોજ કામ પર પત્નીને તેની સાથે લઈ જાય છે. જેથી પત્ની ડિપ્રેશનમાં ન આવે. કારણ કે જો પત્ની ઘરે રહે અને તેને કોઈ વસ્તુની જરૂર પડે તો તેઓ પહોંચી ન શકે. જેથી પત્નીને સાથે રાખીને કામ કરે છે.
Mustufa Lakdawala,Rajkot : કેન્સર, નામ સાંભળતા જ ભલભલા લોકોનો પરસેવો છુટી જાય છે.ત્યારે ન્યૂઝ18ના સંવાદાતા પહોંચ્યા હતા, રાજકોટમાં રહેતા દંપતીના જીવનમાં જે આફત આવી પડી છે તેને મળ્યા હતા પણ તેને હાર માની નથી.પત્નીને કેન્સર ડિટેક્ટ થતાં પતિ પત્નીને એવી રીતે મદદ કરી રહ્યાં છે કે જે જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે.
કેન્સગ્રસ્ત પત્ની ડિપ્રેશનમાં ન આવે તે માટે પતિ દરરોજ કામ પર પત્નીને તેની સાથે લઈ જાય છે. જેથી પત્ની ડિપ્રેશનમાં ન આવે. કારણ કે જો પત્ની ઘરે રહે અને તેને કોઈ વસ્તુની જરૂર પડે તો તેઓ પહોંચી ન શકે. જેથી પત્નીને સાથે રાખીને કામ કરે છે.
રાજકોટના કેતનભાઈ રાજવીરે જણાવ્યું હતું કે મેં સાડા 3 વર્ષ પહેલા સ્વીગી જોઈન કર્યું હતું.કેતનભાઈના લગ્ન 2007માં થયા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી મારા પત્નીને કોઈ તકલીફ ન હતી. પણ 7 મહિના પહેલા તેને ચોથા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું હતું.જેથી રાજવીરભાઈએ નક્કી કર્યું કે તે આખો દિવસ એકલી હોય અને તે ડિપ્રેશનમાં જાય એના કરતા હું તેને મારી સાથે રાખુ જેથી કરીને તે ફ્રેશ થાય.
હું રોજ મારી પત્નીને મારી સાથે લઈ જતો એટલે એક દિવસ અમારા સાહેબે મને પૂછ્યુ કે આવુ કરવા પાછળનું કારણ શું છે. જેથી મે મારા સાહેબને બધી ચોખવટ કરી. પછી અમારા સાહેબે વિચાર કર્યો.અમારા સાહેબ લકી ફાઉન્ડેશનના મેમ્બર છે.એટલે તેને બધાને કોલ કર્યો અને લકી ફાઉન્ડેશન સાથે ચર્ચા કરી.અને તેઓએ મારી ખુબ હેલ્પ કરી.
કેતનભાઈએ જણાવ્યું હતું કે હું લકી ફાઉન્ડેશનનો આભાર માનુ છું.કારણ કે જીવનમાં મને કુંટુબ કે સમાજ કોઈએ મને મદદ કરી નથી પણ આ લકી ફાઉન્ડેશને મારી મદદ કરી છે.જેથી હું લકી ફાઉન્ડેશનનો ખુબ આભારી છો.
સ્વીગીના મેનેજર સંજયસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમારા મહિનામાં દરેક જગ્યાએ ફિલ્ડમાં જવાનું હોય છે.પણ અમારા આ કામમાં છોકરીઓને સાથે જવાની પરવાનગી નથી.પણ અમારા ધ્યાનમાં આવ્યું કે કેતનભાઈ લેડિઝ જોડે ડિલિવરી કરવા જાય છે.જેથી અમે તેને ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરી તો તેમને આખી હકિકત જણાવી.
જેથી તેના પત્ની ડિપ્રેશનમાં ન આવે તે માટે તેઓ તેમની સાથે જાય છે.પછી મે લકી ફાઉન્ડેશનન મેમ્બરને વાત કરી.જેથી બધા મદદ માટે આગળ આવ્યા.અમે અત્યારે 3 મહિના સુધીનુ બધુ રાશન તેના ઘરે પહોંચાડી દીધુ છે.આ સાથે જ તેના મેડિકલને લઈને જે પણ જરૂર હોય તે મદદ કરવા માટે અમે તૈયાર છીએ.