Home /News /rajkot /રાજકોટ: લગ્નના 5 દિવસ બાદ જ પતિએ પોત પ્રકાશ્યું, પરિણીતાને પટ્ટા વડે માર મારી સિગારેટના ડામ આપ્યા 

રાજકોટ: લગ્નના 5 દિવસ બાદ જ પતિએ પોત પ્રકાશ્યું, પરિણીતાને પટ્ટા વડે માર મારી સિગારેટના ડામ આપ્યા 

લગ્નના માત્ર દસ જ દિવસમાં સાસરિયાએ તેને ઘરમાંથી કાઢી મુકતા પત્નીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. (પ્રતિકાત્મક તસવીર)

લગ્નના પાંચ દિવસ બાદ મારા પતિ કલ્પેશ સોલંકીએ મને કહ્યું હતું કે, મારે લગ્ન પહેલા ઘણી છોકરીઓ સાથે અફેર હતું. તારે પણ અફેર હશેને!

રાજકોટ: શહેરના તાલુકા પોલીસ મથકમાં એક ચોંકાવનારો બનાવ નોંધાવા પામ્યો છે. તાલુકા પોલીસ મથક ખાતે ટ્વિંકલબેન કલ્પેશભાઈ સોલંકી નામની ફરિયાદીએ પોતાના પતિ કલ્પેશભાઈ રમેશભાઈ સોલંકી, સસરા રમેશભાઈ કાનજીભાઈ સોલંકી, સાસુ મંજુલાબેન રમેશભાઈ સોલંકી તેમજ અંકુર ભાસ્કર, દીપિકાબેન અને પ્રીતિબેન સહિતનાઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 323, 504, 506 (2), 114 અને 498 (A) અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, તેના લગ્ન 16 ફેબ્રુઆરી 2023 ના રોજ જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ કલ્પેશભાઈ રમેશભાઈ સોલંકી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામે થયા હતા. પીડિતાએ જણાવ્યું છે કે, લગ્ન બાદ હું જાઇવા ખાતે રહેવા જતી રહી હતી. લગ્નના પાંચ દિવસ બાદ મારા પતિ કલ્પેશ સોલંકીએ મને કહ્યું હતું કે, મારે લગ્ન પહેલા ઘણી છોકરીઓ સાથે અફેર હતું. તારે પણ અફેર હશેને! જેના જવાબમાં મે મારા પતિને કહ્યું હતું કે, મારે કોઈ સાથે અફેર ન હતું. ત્યારબાદ મારા પતિ ઉશ્કેરાઈ જઈ મને કહેવા લાગ્યા હતા કે, ના તારે કોઈ સાથે અફેર હશે જ તેમ કહી મને માર મારવા લાગ્યા હતા, અભદ્ર શબ્દો બોલવા માંડ્યા હતા.

આ પણ વાંચો: ખિસ્સામાં મુકેલો ફોન ફાટ્યો અને મોત

દરમિયાન 21 ફેબ્રુઆરી 2023 ની રાત્રે મને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. તો સાથે જ એક દિવસ મને સિગારેટના ડામ મારા જમણા હાથના ભાગે તેમજ બંને પગના પંજાના ભાગે પણ દેવામાં આવ્યા હતા. 26 ફેબ્રુઆરી 2023 સુધી મેં માર સહન કર્યો હતો. પરંતુ 27 ફેબ્રુઆરી 2023 ના રોજ મારાથી સહન ન થતા હું રાત્રિના મારા રૂમથી બહાર નીકળી ગઈ ત્યારે મારા સાસુ મંજુલાબેન તથા સસરા રમેશભાઈ હોલમાં સુતા હોય તેમની સામે મેં લાજ ખોલેલ હતી અને મારા મોઢા પર તેમજ હાથમાં મારકુટ કરેલ તેમજ સિગારેટના દામ દીધેલાના નિશાન તેવો જોઈ ગયા હતા. તેઓએ મને પૂછ્યું હતું કે, તને આ શું થયુ છે. ત્યારે મેં કહ્યું હતું કે મારા પતિ દરરોજ રાત્રે મારી ઉપર ખોટી શંકા કરી મારકૂટ કરે છે.

તેમ છતાં મારા સાસુ કે સસરા એ મને કોઈ પણ જાતનો સપોર્ટ કર્યો ન હતો. તેમ જ મને મારા પિતાના ઘરે પણ મૂકવા આવેલ નહીં અને દવાખાને સારવાર માટે પણ લઈ ગયા ન હતા. દરમિયાન 28 ફેબ્રુઆરી 2023 ના રોજ મારા પિતાના ઘરે આવતી રહી હતી. ત્યારબાદ મારા પતિનો મારા ઉપર ફોન આવ્યો હતો કે તું પરત આવી જા નહિતર હું તને લઈ જઈશ તેમજ મારકૂટ કરી જાનથી મારી નાખીશ. બીક ના લીધે હું તથા મારા માતા-પિતા સાથે ધોરાજી ખાતે રહેતા મારા માસીના ઘરે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટમાં તો ઘરમાં જ બનાવાતો હતો બ્રાન્ડેડ દારૂ

મારા પતિએ મને માર મારેલો હતો જેનો દુખાવો સહન ન થતા બીજી માર્ચ 2023 ના રોજ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે હું દાખલ થઈ હતી. ત્યારબાદ મને રજા આપવામાં આવતા હું ધોરાજી રોકાઈ ગઈ હતી. દરમિયાન નવમી માર્ચ 2023 ના રોજ મારા પતિ કલ્પેશભાઈ તથા માસીનો દીકરો અંકુર ભાસ્કર ઘરે આવ્યા હતા. તેમજ દરવાજાને પાટુ મારી ગાળો બોલતા બોલતા મારા પતિએ મને કહ્યું હતું કે, તું મારી સાથે આવતી રહે. જો નહીં આવે તો તને તથા તારા માતા-પિતાને તથા તારા ભાઈ પ્રદીપને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. શેરીના માણસો ભેગા થઈ જતા તે લોકો અમારે ત્યાંથી જતા રહ્યા હતા.

રાત્રિના સમયે પાછા મારા પતિ તથા મારા નણંદ દીપિકા બહેન તેમજ માસીજી હંસાબેન વાણીયા તથા મારા કાકી પ્રીતિબેન સોલંકી ઘરે આવ્યા હતાં. મારા નણંદે મારો હાથ પકડીને કહ્યું હતું કે તું પાછી આવતી રહે જેથી મેં તેમને પરત આવવા માટે ના પાડી હતી. ત્યારે તમામ લોકો મારી સાથે મારકુટ કરવા લાગ્યા હતા
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat News, Married woman, Rajkot News, નરેન્દ્ર મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો