બાળકોમાં આવતા હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે ઘટાશો? કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખશો
ડોક્ટરે કેટલીક મહત્વની માહિતી આપી છે, જેમાં બાળકોમાં આવતા હાર્ટ એટકેનું જોખમ કેવી રીતે ઘટાડી શકાઈ અને બાળકોની બાબતમાં કંઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
Mustufa Lakdawala,Rajkot : રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ.વી.જસાણી સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત ઠંડીના કારણે થયું હતું.એ.વી.જસાણી સ્કૂલમાં સવારે 7 વાગ્યેને 23 મિનિટે વિદ્યાર્થિનીને અચાનક ધ્રુજારી ઉપડ્યા બાદ બેભાન થઈને ઢળી પડી હતી. જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.વિદ્યાર્થીનીને ઠંડીના કારણે હાર્ટ એટેક આવી જતા તેનું મોત નિપજ્યું હતું.જેથી આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી સમાન છે.ત્યારે અમારી ટીમે ડોક્ટર સાથે વાતચીત કરી હતી.અને જણાવ્યું હતું કે બાળકોમાં આવતા હાર્ટ એટકેનું જોખમ કેવી રીતે ઘટાડી શકાઈ અને બાળકોની બાબતમાં કંઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.
આ લોકોએ રાખવી ખાસ તકેદારી
ડોક્ટર રાજેશ ટેલીએ જણાવ્યું હતું કે જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોને એક્સરસાઈઝ ટ્રેડમિલ ચેક કરવું જોઈએ.આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડ પ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ.જેથી એકાએક હાર્ટ એટેકનો અને અચાનક મૃત્યનો સામનો ન કરવો પડે.
કેવા બાળકોને આવી શકે છે હાર્ટ એટેક?
સામાન્ય રીતે નાની ઉંમરના બાળકો હાર્ટ એટકનો બનાવ જોવા મળતો નથી.બાળકોમાં 0.1 ટકા અને એડલ્ટમાં 2થી 3 ટકા કેસ જોવા મળે છે.પણ બાળકોના અપવાદ રૂપ કિસ્સા હોય છે.જેમ કે જે બાળકનો હર્દયનો વાલ્વ પહેલેથી જ નબળો હોય અથવા તો હ્રદયની નીચેનો પડદો જાડો થઈ ગયો હોય.અથવા હ્રદયને લગતી અન્ય ખોટ હોય.એવા બાળકોમાં હાર્ટ એટેક આવેલ એવુ કદાચ જોવા મળી શકે છે.અને શિયાળામાં ઠંડીના કારણે આવા બાળકોને બની શકે કે હાર્ટ એટેક આવી શકે.
બાળકોનું દર વર્ષે કરાવો હેલ્થ ચેકઅપ
ડોક્ટરનું કહેવું છે કે બાળકોનું દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.આ સાથે જ બાળકને જન્મથી જ હ્રદયને લગતી બિમારી હોય તો તેઓએ આ બાબતે ખાસ ચેકઅપ કરાવતું રહેવું જોઈએ.આ સાથે જ તેમનો યોગ્ય ઈલાજ કરાવો જોઈએ.જેથી અચાનક મૃત્યુનું સમસ્યા દુર થઈ શકે.
બાળકોને તનાવના માહોલથી દુર રાખો
આપણે નાની ઉંમરથી બાળકોમાં જે તનાવ આપી રહ્યાં છીએ એના માટે વાલીઓએ અને શિક્ષકોએ આમા ખુબ જ મહત્વનો ભાગ જવવાનો છે.અત્યારના સમયમાં જે આપણે બાળકોમાં સ્પર્ધા ઉભી કરી રહ્યાં છીએ એવુ ના હોવુ જોઈએ.જેમ કે નાનપણથી જ આપણે તેને પ્રેશર આપીએ છીએ કે તારે ડોક્ટર બનવાનું છે કે પછી એન્જીનિયર બનવાનું છે.આવો શિક્ષણનો બોજો અત્યારથી તેના પર ન આપવો જોઈએ.કારણ કે આ બાળકોની માનસિક વિકાસ અને તંદુરસ્તી પર અસર કરે છે.
વાલીઓને ખાસ સલાહ
દરેક બાળક ડોક્ટર, એન્જીનિયર કે પછી સીએન બનવા માટે કેપેબલ નથી હોતું.એટલે અભ્યાસનો બોજો જે વાલીઓ મહત્વાકાંક્ષા સાથે આપી દે છે એવું ના કરવું જોઈએ.બાળકને નૈસિંર્ગિક રીતે અને તેના શોખ મુજબ તેને આગળ વધારવા જોઈએ.એના ભવિષ્યને નક્કી કરવા માટે આપણે તેને પ્રોત્સાહન આપવું જોઈએ.તો જ આપણે તેને તનાવમુક્ત બનાવી શકશું.
બાળકને જમવામાં શું આપવું જોઈએ
અત્યારના જમાનામાં ફાસ્ટફુડનો ક્રેઝ વધી રહ્યો છે.એમાં આપણે પોતે પણ આવુ ફુડ ખાઈએ છીએ.જેથી પહેલા આપણે આપણી ખાવાપીવાની આદતો બદલવી જોઈએ.જો આપણે સુધરશું તો આપણું બાળકો પણ સુધરી જશે.આપણે બાળકને એ સમજાવવાનું છે કે આપણે જંકફુડ, ફાસ્ટફુડ અને પ્રિઝર્વેટિંવ ફુડથી દુર રહેવાનું.આપણા ઘરમાં નિયમિત લિલોતરી શાક બનવું જોઈએ અને દરરોજ પૌષ્ટીક આહાર લેવો જોઈએ.આ સાથે ફ્રુટ અને કઠોળ વધુ પ્રમાણમાં ખવાઈ તેવું આયોજન કરવું.