Home /News /rajkot /Rajkot: વૃદ્ધાવસ્થાએ નવી ઇનિંગ, પ્રથમવર સિનિયર સિટીજનો માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન

Rajkot: વૃદ્ધાવસ્થાએ નવી ઇનિંગ, પ્રથમવર સિનિયર સિટીજનો માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન

વૃદ્ધાશ્રમમાં સિનીયર સિટીઝનો માટે પ્રથમવાર યોજાશે ફ્રીમાં જીવનસાથી પસં

‘બા’નું ઘર વૃદ્ધાશ્રમમાં સિનીયર સિટીઝનો માટે પ્રથમવાર યોજાશે ફ્રીમાં જીવનસાથી પસંદગી મેળો

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં ‘બા’નું ઘર વૃદ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે 45 વર્ષથી ઉપરના તમામ જ્ઞાતિના અપરિણીત, છૂટાછેડા લીધેલા, ત્યક્તા, વિધવા, વિધૂર સહિતના લોકો માટે યોગ્ય જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, સિનીયર સિટીઝનો માટે યોજાનાર જીવનસાથી પસંદગી મેળો એક પણ પૈસા ભર્યા વગર વિનામૂલ્યે યોજાશે. આ માટે દેશમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ સિનીયર સિટીઝનોના બાયોડેટા મગાવવામાં આવી રહ્યા છે.


    દેશ-વિદેશથી ઉમેદવારો આવશે જીવનસાથી પસંદગી મેળામાં

    સમગ્ર ભારતની સાથે વિદેશમાંથી પણ બાયોડેટા મગાવવામાં આવી રહ્યા છે.. આ અનોખા સિનીયર સિટીઝન લગ્ન મેળામાં મુંબઇ, સુરત, અમદાવાદ, જામનગર, રાજકોટ, નવસારી, ગોંડલ સહિત અન્ય રાજ્યો તેમજ વિદેશમાંથી લગ્નોત્સુક ઉમેદવારો આવવાની શક્યતાઓ છે. અત્યારસુધીમાં આ સંસ્થા દ્વારા ચાલતા મેરેજ બ્યુરો દ્વારા અનેક યુવક-યુવતીઓ અને વડીલ યુગલોનો ઘર સંસાર મહેકાવ્યો છે. ત્યારે બાનું ઘર વૃદ્ધાશ્રમમાં ફરી સિનીયર સિટીઝનો એકલવાયું જીવન ન પસાર કરે તે માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.


    ઉમેદવારો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે લગ્નમેળામાં

    જોડાનાર બહેનોને આવવા જવાનો ખર્ચ, રહેવાની જમવાનીવ્યવસ્થા આ સંસ્થા દ્વારા જ કરવામાં આવશે. આ સંસ્થા લગ્ન કરાવ્યા બાદ બહેનોને કોઈ પણ જાતની ભવિષ્યમાં તકલીફ ન પડે એ માટેની ખાસ તમામ પ્રકારની કાળજી રાખવા માટે સમજાવવામાં આવશે. લોકોને મોટી ઉંમરે એકલતા ખૂબ જ પીડા આપતી હોય છે અને પાછલી જિંદગી બોજારૂપ લાગે છે. ત્યારે આવી મોટી ઉંમરના વડીલોનો ઘર સંસાર ફરી મહેકી ઉઠે તે માટે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.


    સમાજમાં આ વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી


    રાજકોટના મુકેશભાઇ મેરજા, વિભાબેન પટેલ, ગીતાબેન પટેલ બાનું ઘર વૃદ્ધાશ્રમ સંસ્થાએ ભગીરથ પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે રાજકોટમાં પ્રથમ વખત વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાશે. આ બાબતે સેવાકર્મી મુકેશભાઇ મેરજા અને વિભાબેને જણાવેલ કે આપણા સમાજમાં આ વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. યુવક-યુવતીઓ માટે તો બધા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરે છે. પરંતુ સિનિયર સિટીઝનો માટે કોઈ જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરતું નથી. આથી અમે સિનિયર સિટીઝનો માટે જીવનસાથી પસંદગી મેળો યોજવા જઈ રહ્યા છે.


    વધુ માહિતી માટે નો નં.9023600337,9510399648
    0281-2571030,એમાં સંપર્ક કરવા જણાવ્યું છે.
    First published:

    Tags: Old Age Home

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन