Home /News /rajkot /Holi Special Train: સૌરાષ્ટ્રવાસીઓને મળી હોળી સ્પેશિયલ ટ્રેન, જાણો ટાઇમથી લઇને સ્ટેશન સુધીની તમામ માહિતી

Holi Special Train: સૌરાષ્ટ્રવાસીઓને મળી હોળી સ્પેશિયલ ટ્રેન, જાણો ટાઇમથી લઇને સ્ટેશન સુધીની તમામ માહિતી

રાજકોટવાસીઓ માટે હોળી સ્પેશિયલ ટ્રેન મુકાઈ

આ ટ્રેન ઓખાથી નવી દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી શાહદરા-નોલી-શામલી-ટપરી થઈને ચાલશે. તેમજ ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફરનગર અને દેવબંદ સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય.

    Mustufa Lakdawala,Rajkot : હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે રેલવે વિભાગ દ્વારા લોકોને અગવડતા ન પડે તે માટે વિશેષ ટ્રેન મુકવામાં આવી છે.આ ટ્રેન સૌરાષ્ટ્રથી ઉપડશે અને અરૂણાચલ પ્રદેશ સુધી દોડશે.આ ટ્રેન સ્પેશિયલ હોળીના તહેવારને ધ્યાને રાખીને મુકવામાં આવી છે.

    યાત્રીકોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને નાહરલગુન-અરુણાચલ પ્રદેશ વચ્ચે સ્પેશિયલ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેન 7 માર્ચે રાત્રે 10 કલાકે ઓખાથી ઉપડશે અને શુક્રવારે સાંજે 4 કલાકે નાહરલગુન પહોંચશે. જ્યારે 11 માર્ચ શનિવારના રોજ ટ્રેન નાહરલગુનથી સવારે 10.00 કલાકથી રવાના થશે અને મંગળવારે બપોરે 03.35 વાગ્યે ઓખા પહોંચશે.



    આ ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા સહિતના સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે. આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

    28 ફેબ્રુઆરીના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન ઓખા-રામેશ્વરમ ઓખાથી સેલમ સ્ટેશન જશે. આ ટ્રેન સેલમ-રામેશ્વરમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન નમક્કલ, કરુર, ડિંડીગુલ, મદુરાઈ, મનમદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ અને રામેશ્વરમ નહીં જાય. જ્યારે 3 માર્ચના દેવબંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ડાઇવર્ટ રૂટ પર દોડશે.

    આ ટ્રેન ઓખાથી નવી દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી શાહદરા-નોલી-શામલી-ટપરી થઈને ચાલશે. તેમજ ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફરનગર અને દેવબંદ સ્ટેશન પર આ ટ્રેન નહીં જાય.
    First published:

    Tags: Indian railways