રાજકોટ : રાજકોટ શહેરમાં કારચાલકો ની બેદરકારી ના બે જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. રવિવારના દિવસે કાલાવડ રોડ પર અકસ્માત ની બે જેટલી ઘટના સામે આવી છે. એક ઘટનામાં કારચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં સ્કોર્પિઓ કાર ડિવાઇડર પર ઉંધી પડી ગઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે અન્ય એક બનાવમાં કોસ્મોપ્લેક્સ નજીક પુરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કાર એ બાઈક સવારને અડફેટે લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.
Hit and run: ઘટના નંબર - 1
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ નજીક ફોર્ચ્યુનર કાર બાઈક સવારને અડફેટે લીધો હોવાની ઘટના સામે આવી હતી. બપોરના 3 કલાક અને 18 મિનિટ આસપાસ ફોર્ચ્યુનર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. સીસીટીવીમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે ફોર્ચ્યુનર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એકટીવા સાથે બાઈક સવાર પાંચ ફૂટ જેટલો હવામા ઉલળ્યો હતો.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કોલ પાસે એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર ડિવાઈડર પર ઉંધી પડી હોવાનો બનાવ સામે આવ્યો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિઓ કાર ડિવાઇડર પર ઉંધી પટકાઈ હતી.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કોલ પાસે એક બ્લેક કલરની સ્કોર્પિયો કાર ડિવાઈડર પર ઉંધી પડી
રાહદારીઓ એ માનવતા દાખવી કારમાંથી કારચાલક સહિતના લોકોને બહાર કાઢ્યા હતા. જોકે સમગ્ર ઘટનામાં અન્ય વાહન સવારોને કોઈપણ જાતનું નુકસાન નહોતું પહોચ્યું.
જાણવા મળતી માહિતી મુજબ બાઈક ચાલકને ઘરે પ્રસંગ હોય જેના કારણે તે કંકોત્રી વિતરણ કરવા નીકળ્યો હતો. ત્યારે બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ શહેર પોલીસને થતા તાત્કાલિક અસરથી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. તેમજ હોસ્પિટલ ખાતે દોડી જઇ ઇજાગ્રસ્ત વ્યક્તિનું નિવેદન નોંધવા સહિત ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર