Home /News /rajkot /રાજકોટમાં હીટ એન્ડ રન: ફોર્ચ્યુનર કારની અડફેટે બે યુવાનો હવામાં ફંગોળાયા, એકનું મોત

રાજકોટમાં હીટ એન્ડ રન: ફોર્ચ્યુનર કારની અડફેટે બે યુવાનો હવામાં ફંગોળાયા, એકનું મોત

ફોર્ચ્યુનર કારની અડફેટે બે યુવાનો હવામાં ફંગોળાયા

Rajkot Hit and run: રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટના. ફોર્ચ્યુનર કારચાલકે બે યુવાનોને અડફેટે લીધા. એક યુવાનનું ઘટના સ્થળે મોત

રાજકોટ: શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણબોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ફોર્ચ્યુનર કારચાલકે બે જેટલા યુવાનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં એક યુવાનનો ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે એક યુવાન ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

બંને યુવાનો હવામાં ફંગોળાયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બામણબોર નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ફોર્ચ્યુનર કારચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયો હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, GJ 03 MF 1226 નંબરની સાઈન બાઈક પર બે યુવાનો રોડ પર જતા હતા. આ સમયે GK 04 DA 99 નંબરની ફોર્ચ્યુનર કાર દ્વારા બંને યુવાનોને અડફેટે લેવામાં આવ્યા હતા. કારની સ્પીડ એટલી તીવ્ર હતી કે, બંને યુવાનોને અડફેટે લેતા બંને યુવાનો હવામાં ફંગોળાયા હતા. હવામાં ફંગોળાયા બાદ બંને યુવાનો રોડ પર પટકાયા હતા. જે પૈકી ગોપાલ નામના યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે ઉદય નામના વ્યક્તિને ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં શિકારી કુતરાનો આતંક: નાની બાળકીને ગાલ પર બચકું ભરી રસ્તા પર ઢસડી

અકસ્માતની ઘટના સર્જાતા ટ્રાફિકજામ

સમગ્ર બનાવવાની જાણ કુવાડવા પોલીસને થતાં તાત્કાલિક અસરથી કુવાડવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતની ઘટના સર્જાતા ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. જોકે, ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવતા રસ્તો પૂર્વવત થયો હતો. અત્યારે હાલ તો કુવાડવા પોલીસ દ્વારા ફોર્ચ્યુનર કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ કરવામાં આવી છે. હવે આરોપી કેટલા સમયમાં ઝડપાય છે, તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Hit and run case, Rajkot News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन