Home /News /rajkot /Rajkot hit and run: પિતાની નજર સામે 13 વર્ષના પુત્રનું મોત, મેર પરિવારમાં આક્રંદ
Rajkot hit and run: પિતાની નજર સામે 13 વર્ષના પુત્રનું મોત, મેર પરિવારમાં આક્રંદ
અકસ્માત ગ્રસ્ત બાઈકની તસવીર
rajkot crime news: રાજકોટ અમદાવાદ હાઇવે (Rajkot-Ahmedabad highway)ઉપર આવેલા બામણબોર પાસે પિતાની નજર સામે પુત્રનું મોત (son death) નિપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટઃ રાજકોટ-અમદાવાદ હાઇવે (Rajkot-Ahmedabad highway) પર વધુ એક વખત આ અકસ્માતનો (Accident) બનાવ સામે આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા બામણબોર પાસે પિતાની નજર સામે પુત્રનું મોત (son death) નિપજયું હોવાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો (murder) ગુનો નોંધી મહારાષ્ટ્ર પાર્સિંગના ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના રતડીયા ગામે રહેતા શામજીભાઈ જોધાભાઈ મેર તેમજ તેના મામા મગનભાઈ સરવૈયા અને તેર વર્ષનો પુત્ર સમિત બાઈક પર ત્રિપલ સવારીમાં રાજકોટ અમદાવાદ હાઇવે પર જતા હતા.
આ સમય દરમિયાન બામણબોર ચેકપોસ્ટ પાસે પહોંચતા એક ટ્રકે બાઇકને ઠોકર મારી હતી. બાઇકને ઠોકર વાગવાને કારણે બાઈકમાં સવાર ત્રણેય લોકો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. ત્યારબાદ અકસ્માત સર્જી ટ્રક સાથે ચાલક ત્યાંથી નાસી છૂટયો હતો.
અકસ્માત થવાના કારણે હાઈવે ઉપરથી પસાર થતા અન્ય વાહનો થોડીવાર માટે થંભી ગયા હતા. તેમજ ઘટનાસ્થળ પર હાજર એક જાગૃત નાગરિકે 108 ઈમરજન્સી સેવાને જાણ પણ કરી હતી. 108 ઇમરજન્સી સેવાના અધિકારીઓએ ઘટના બાબતની જાણ થતા તાત્કાલીક અસરથી પિતા-પુત્ર સહિત ત્રણને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના સ્થળ પર પહોંચેલી 108ને ટીમ દ્વારા 13 વર્ષના સુમિતનું મોત નિપજયુ હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે કે સુમિતના પિતા શામજીભાઈ અને મામા મગનભાઈ ને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ગમખ્વાર અકસ્માતની ઘટના બની હોવાની જાણ એરપોર્ટ પોલીસને થતા એરપોર્ટ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયેલી એરપોર્ટ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ માસુમ સુમિતની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.