Home /News /rajkot /Rajkot: મળો, રાજકોટની CUTE સ્ટાર હિરવાને, અજય દેવગણ સાથે દેખાશે બ્લોકબ્લસ્ટર ફિલ્મ 'ભોલા'માં!

Rajkot: મળો, રાજકોટની CUTE સ્ટાર હિરવાને, અજય દેવગણ સાથે દેખાશે બ્લોકબ્લસ્ટર ફિલ્મ 'ભોલા'માં!

X
રાજકોટની

રાજકોટની હિરવા ટૂંક સમયમાં મોટા પડદા પર નજરે પડશે

રાજકોટની હિરવાએ જણાવ્યું કે મારો ફેવરીટ હિરો અક્ષય કુમાર છે.જેથી મારી ઈચ્છા છે કે મારે તેમની સાથે એક મુવી કરવી છે.આ સાથે જ મને કાર લેવાનો પણ શોખ છે. મારૂ ડ્રીમ આલિયા ભટ્ટને મળવાનું છે.

    Mustufa Lakdawala,Rajkot : રાજકોટની એક 9 વર્ષની દિકરી જે ઘણી સિરિયલોમાં કામ કરી ચુકી છે.જે હવે બોલિવૂડ સ્ટાર અજય દેવગનની સાથે અપકમિંગ મુવી ભોલામાં સ્ક્રીન શેક કરશે.અજય દેવગનની ભોલા નામની ફિલ્મ આગામી 30 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. આવો જાણીએ હિરવા પાસેથી જ તેના કરિયર વિશેની માહિતી.

    હિરવા ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારી જર્ની અત્યાર સુધીની ખુબ જ સારી રહી છે.મે દિલ ધડકે ધડકને દો, ગુમ હૈ કિસી કે પ્યારમે, કાશીબાઈ બાજીરાવ બલાલ અને શુભ લાભમાં કામ કર્યું છે. આ સાથે જ અપકમિંગ મુવી ભોલામાં કામ કર્યું છે. મારે ફિલ્મભોલામાં કામ કરવા માટે ઘણુ હાર્ડ વર્ક કરવું પડ્યું હતું.


    પહેલા જ્યારે હું ફિલ્મ ભોલા માટે ગઈ ત્યારે હું ખુબ જ નર્વસ હતી.પણ જ્યારે હું અજય દેવગણને મળી ત્યારે મને એવુ ના લાગ્યું કેહું કોઈ સ્ટારને મળી છું.મને એવુ લાગ્યું કે હું કોઈ બોવ જ સિમ્પલ માણસને મળી છું. જ્યારે મારૂ શૂટ ના હોય ત્યારે હું મારૂ સ્ટડીકરી લવ છું. હું ભણવામાં પણ પહેલા નંબર પર આવુ છું.



    હિરવાએ જણાવ્યું કે મારી હોબી ડાન્સિંગ કરવાની અને સિંગિગ કરવાની છે.મને રાઈટિંગ પણ ગમે છે.મને મારા માતા-પિતાનો પણ ખુબ જ સપોર્ટ મળ્યો છે.તેમને મને બધા શોખ પુરા કરવાની હા પાડી છે. હું અપકમિંગ મુવી ભોવામાં જ્યોતિનો રોલ નિભાવુ છું.પણ બાકીનું તમે મુવી જોઈ લેશો એટલે ખબર પડી જશે.



    મારો ફેવરીટ હિરો અક્ષય કુમાર છે.જેથી મારી ઈચ્છા છે કે મારે તેમની સાથે એક મુવી કરવી છે.આ સાથે જ મને કાર લેવાનો પણ શોખ છે. મારૂ ડ્રીમ આલિયા ભટ્ટને મળવાનું હતું. જે પુરૂ પણ થવાનુ હતું પણ કારણ કે મે જે પહેલી સિરિયલ કરી હતી દિલ ધડકેધડકને દો, તેના પ્રોડ્યુસર મહેશ ભટ્ટ જ હતા.તે મને મળાવવાના હતા.પણ એ પહેલા કોરોના આવી ગયો.



    જ્યારે હું સ્કુલે જાવ છું ત્યારે મારા ફ્રેન્ડ્સને ખુબ જ પ્રાઉડ થાય છે. કે હું એક સેલિબ્રિટિ છું.એટલે એને ગમે છે.ઘણા લોકો સેલ્ફી લેવા પણ આવે છે. હું એક્ટિંગની સાથે સાથે કરાટે અને સ્વીમીંગ પણ કરું છું.
    First published:

    Tags: Ajay Devgn, Local 18, Star, બોલીવુડ