Home /News /rajkot /Rajkot: જરૂરિયાતમંદ લોકો માટે સ્વર્ગ સમાન બન્યું રેનબસેરા, જુઓ કેવી કેવી સુવિધા મળે છે!

Rajkot: જરૂરિયાતમંદ લોકો માટે સ્વર્ગ સમાન બન્યું રેનબસેરા, જુઓ કેવી કેવી સુવિધા મળે છે!

X
રેનબસેરામાં

રેનબસેરામાં રહેતા લોકો માટે મનપા કરે છે વિવિધ ડ્રાઈવ

RMCના કમિશનરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની જે સેલ્ટર ફોર અર્બન પુઅરની જે સ્કીમ છે અને સુપ્રિમ કોર્ટની જે ગાઈડલાઈન છે કે દર 1 લાખની વસ્તીએ 100 શહેરી ગરીબો માટે રેનબસેરા હોવું જોઈએ.જેથી તેના આધારે રાજકોટ મનપા દ્વારારેઈનબસેરાનું સંચાલન કરવામાં આવે છે.

વધુ જુઓ ...
Mustufa Lakdawala,Rajkot : સ્માર્ટસિટી રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે પણ રોડ, ફૂટપાથ, દુકાનોના ઓટલા ઉપરરાત્રે હજારો બેઘર અને ગરીબ લોકો આજે પણ સુવા મજબૂર છે. લગભગ દરેક માર્ગો પર આ નજારો જોઇ શકાય છે. સરકાર અનેમ્યુનિ.તંત્રે જેતે ઓવરબ્રિજના નીચે આ લોકોના નામે ચાર દિવાલો ચણીને રેનબસેરા પણ ઉભા કરી દેવામાં આવ્યા છે. જેથી તેઓસારી રીતે ત્યાં રહી શકે.

આ શિયાળાની કડકડતી ઠંડીમાં પણ રેનબસેરાના લોકોને મુશ્કેલી ન પડે તે માટે ડ્રાઈવ કરવામાંઆવે છે.ત્યારે રાજકોટ માં હાલ ૭ રેનબસેરા આવેલા છે.હાલ રેનબસેરા ખાતે ૩૫૦ થી ૪૦૦ લોકો વસવાટ કરે છે.



RMCના કમિશનરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની જે સેલ્ટર ફોર અર્બન પુઅરની જે સ્કીમ છે અને સુપ્રિમ કોર્ટની જે ગાઈડલાઈન છે કે દર 1 લાખની વસ્તીએ 100 શહેરી ગરીબો માટે રેનબસેરા હોવું જોઈએ.જેથી તેના આધારે રાજકોટ મનપા દ્વારારેઈનબસેરાનું સંચાલન કરવામાં આવે છે.

ખાસ કરીને ભોમેશ્વર, આજીડેમ, મરચાપીઠ અને આજી જીઆઈડીસી બાજુ જે આપણા રેઈનબસેરા છે.તેમાં લોકોને વ્યવસ્થિતરીતે લોકોને સુવિધા મળે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.જ્યાં રહેવાની અને જમવા સહિતની તમામ સુવિધા પણ કરવામાં આવેછે.

અહિંયા સીસીટીવી કેમેરા સહિતની સુવિધા છે.લોકોને રોજગાર મળે અને લોકો ઈકોનોમિકલ સ્ટ્રોંગ બને તે માટે સમયાંતરેવિવિધ ટ્રેનિંગ આપવામાં આવે છે.મરચાપીઠ સાથે સંકલન કરીને બહેનો માટે મરચા તોડવાની કામગીરી આપવામાં આવી હતી. જેથી તેઓ 300 રૂપિયા પ્રતિ દિવસ કમાયા હતા.

પછી ઈમિટેશન જ્વેલરી સાથે સંકલન કરીને મહિલાઓને તાલિમ અને જોબ વર્કની માહિતી આપવામાં હતી. જેથી તેમને રોજગારીમળી શકે.અત્યારે શિયાળાની ઋતુ છે. એટલે ઠંડીથી રક્ષણ મળે તે માટે તેમને પુરતુ ઓઢવાનું પણ આપવામાં આવે છે. અમારોપ્રયત્ન હોય છે કે સરકાર તરફથી મળતી તમામ સુવિધાનો લાભ તેમને મળે.જ્યાં વધારે ફુગ્ગા વેંચવાવાળા હોય જેમ કે રેષકોર્ષ, આમ્રપાલી ફાટક પાસે તો તેઓની પણ રહેવા માટેની સુવિધા આપવામાં આવે છે.

આ લોકો માટે આધારકાર્ડના કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ, શ્રમિક કાર્ડ અને મેડિકલ ચેકઅપ માટેના કેમ્પ જે સરકાર દ્વારાયોજવામાં આવે છે. તે તમામ કેમ્પના અધિકારીઓ આ લોકોની મુલાકાત લે છે અને તેમને જરૂરી માહિતી આપે છે.
First published:

Tags: Local 18, Winter, રાજકોટ

विज्ञापन