Home /News /rajkot /Rajkot: લોન જોઇએ છે?, શહેરમાં ધંધો કરવા માટે મળે છે આટલા રૂપિયા, જાણો સંપૂર્ણ વિગત!

Rajkot: લોન જોઇએ છે?, શહેરમાં ધંધો કરવા માટે મળે છે આટલા રૂપિયા, જાણો સંપૂર્ણ વિગત!

PMSVANidhi યોજના હેઠળ રાજકોટ મનપા દ્વારા શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય માટે 3 દિ

PMSVANidhi યોજના હેઠળ રાજકોટ મનપા દ્વારા શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય માટે 3 દિવસ મેગા કેમ્પનું આયોજન

    Mustufa Lakdawala,Rajkot : ભારત સરકાર દ્વારા 'શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ પોતાની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે. તે માટે પહેલા તબક્કામાં 10 હજાર સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરિટી વગર બેંકો તરફથી મળે છે. જ્યારે પહેલી લોન પૂર્ણ કરેલા લાભાર્થીઓને 20 હજાર રૂપિયાની કેપિટલ લોન સિક્યુરિટી વગર મળે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ બેંક લોન મળી રહે તે માટે બેંકો દ્વારા 18, 19 અને 20 જાન્યુઆરીના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આવો જાણીએ આ લોન માટેની અરજી ક્યાં અને કેવી રીતે કરી શકાશે.


    18 જાન્યુઆરી 2023ના રોજ સ્ટેટ બંક ઓફ ઈન્ડિયા દ્વારા સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ રાજકોટ મહાનગરપાલિકા રમેશભાઈ છાયા સભાગૃહ, બીજો માળ, સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડ પરયોજાશે.

    19 જાન્યુઆરી 2023ના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા દ્વારા સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલ, પહેલો માળ, ઢેબર રોડ પર યોજાશે.

    20 જાન્યુઆરી 2023ના બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રાજકોટ મહાનગરપાલિકા રમેશભાઈ છાયા સભાગૃહ, બીજો માળ, સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડ પર યોજાશે.

    આ યોજના અંતર્ગત કમિશનર અમિત અરોરા સાહેબના માર્ગદર્શન હેઠળ છુટા-છવાયા સ્થળે ફેરી કરતા ફેરિયાઓ આ લાભથી વંચિત ન રહે અને તે માટે લાભાર્થીઓને બેંકમાં વારંવાર ધક્કા ન ખાવા પડે, આ સાથે જ લોનની પ્રક્રિયા થઈ ગઈ હોય અને ખાતામાં પૈસા જમા ન થયા હોય તેવા લોકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

    આ કેમ્પમાં આવનાર દરેક ફેરિયાએ તેની પાસે આધારકાર્ડ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવાનુંછે.જેથી તમામ પ્રક્રિયા કોઈ પણ રૂકાવટ વગર પાર પડી શકે.આ કેમ્પના સ્થળ પર મનપા દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટેઈશ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી પણ કરવામાં આવનાર છે. જેનો પણ લાભાર્થીઓ લાભ લઈ શકશે.
    First published:

    Tags: Loan, Local 18, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો