Home /News /rajkot /Gold rate in Rajkot Today: સપ્તાહની શરૂઆતમાં જ સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો, જાણો શું છે આજનો ભાવ

Gold rate in Rajkot Today: સપ્તાહની શરૂઆતમાં જ સોના-ચાંદીની કિંમતમાં ઉછાળો, જાણો શું છે આજનો ભાવ

સોનાના ભાવમાં વધારો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર સ્થાનિક ધોરણે પણ જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઉંચી કિંમત પર પહોંચી ગયો છે.

Mustufa Lakdawala,Rajkot : રાજ્યમાં આજે 6 ફેબ્રુઆરીએ સોના- ચાંદીનું માર્કેટ ખુલતા જ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.3-4 દિવસ પહેલા સોનાનો ભાવ 57 હજારને પાર પહોંચી ગયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની અસર સ્થાનિક ધોરણે પણ જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઉંચી કિંમત પર પહોંચી ગયો છે. આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ 330નો ઉછાળો આવ્યો છે.ત્યારે અત્યારે સોનાનો ભાવ 56920 રૂપિયા પર પહોંચી ગયો છે.



વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સોનાનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જેથી અત્યારે ચાંદીનો ભાવ 67,910 રૂપિયા પર પહોંચી ગયો છે.આમ સોના અને ચાંદીનું માર્કેટ ખુલતાની સાથે જ કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજના દરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.

મિસ્ડ કોલથી જાણો સોનાના ભાવ
નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.
First published:

Tags: Gold price, Local 18, રાજકોટ

विज्ञापन