ગઈકાલ અને આજના સોનાના ભાવમાં અને ચાંદીના ભાવમાં અંશતઃ ઘટાડો નોંધાયો છે.
છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે. છેલ્લા 2 અઠવાડિયામાં સોનાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. સોનાના ભાવ 60 હજારની નજીક પહોંચી ગયો છે.
Mustufa Lakdawala,Rajkot : સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. થોડા સમયથી સોના અને ચાંદીના ભાવમાં ક્યારેક ઘટાડો તો ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે. પણ છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો છે. છેલ્લા 2 અઠવાડિયામાં સોનાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. સોનાના ભાવ 60 હજારની નજીક પહોંચી ગયો છે.
જાણો આજના સોનાના ભાવ
અત્યારે સોનાનો ભાવ 60 હજારની નજીક પહોંચી ગયો છે ત્યારે આજનો સોનાનો ભાવ રૂ 59,220 પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ 70,640 રૂપિયે કિલોએ પહોંચ્યો છે. આજે 29 માર્ચે સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે.પણ હવે સોનાના ભાવ વધતાં રાકાણકારો ફરી મુંજાયા છે.
આજે સોનાનુ માર્કેટ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે.અત્યારે સોનાનો ભાવ 58,220 (10 ગ્રામ) રૂપિયા પર પહોંચી ગયો છે.વાત કરવામાં આવે ચાંદીની તો ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સોના-ચાંદીનું માર્કેટ ખુલતા જ ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યા હતો. જેથી અત્યારે ચાંદીનો ભાવ 70,640 રૂપિયા પર પહોંચી ગયો છે.આમ સોના અને ચાંદીનું માર્કેટ અત્યારે નરમ-ગરમ જોવા મળી રહ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેઓ આગામી સમયમાં વ્યાજનાદરમાં વધારો કરવાની ગતિ ધીમી કરવાના છે. જેના પરિણામે સોનાની કિંમત સ્થિર થઈ શકે છે.
મિસ્ડ કોલથી જાણો સોનાના ભાવ
નોંધનીય છે કે સોના-ચાંદીનાં દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે નવીનતમ દરો જાણી શકો છો.