Home /News /rajkot /Rajkot news: અહીં મળે છે ફ્રુટ સેન્ડવીચ, ફ્રુટ કેક, વીડિયો જોઇને જ મોંઢામાં પાણી આવી જશે

Rajkot news: અહીં મળે છે ફ્રુટ સેન્ડવીચ, ફ્રુટ કેક, વીડિયો જોઇને જ મોંઢામાં પાણી આવી જશે

X
શું

શું તમે ફ્રુટ સેન્ડવીચ, ફ્રુટ બુકે કે ફ્રુટ કેક ખાવા માંગો છો? તો પહોંચી જાવ રાજ

રાજકોટમાં લોકોનું ફેવરીટ પ્લેસ બન્યુ છે ‘ફ્રુટ કાર્ટ’ અહિયાં ફ્રુટ કેક, ફ્રુટ બુકે, ફ્રુટ સેન્ડવીચ, ફ્રુટ જ્યુસથી લઈને અનેક ફ્રુટની અનેક આઈટમ માણવા મળશે.ફ્રુટ કોર્ટ પાસે 300થી વધારે ડિઝાઈન છે. કસ્ટમાઈઝ ફ્રુટ કેક પણ તમને બનાવી આપે છે.

વધુ જુઓ ...
Mustufa Lakdawala, Rajkot: રાજકોટને રંગીલુ રાજકોટ કહેવામાં આવે છે કારણ કે અહીંયાનાં લોકો હરવા-ફરવાની સાથે સાથે ખાવા-પીવાનાં પણ શોખીન છે. રાજકોટના લોકોને શિયાળો હોય કો ઉનાળો કે પછી ચોમાસુ બસ નવુ ખાવાનું મન થાય.ત્યારે રાજકોટમાં લોકોનું ફેવરીટ પ્લેસ બન્યુ છે ‘ફ્રુટ કાર્ટ’ . અહીંયા તમને ફ્રુટને લગતી અવનવી વેરાયટી જોવા અને ખાવા મળશે.

અહિયાં ફ્રુટ કેક, ફ્રુટ બુકે, ફ્રુટ સેન્ડવીચ, ફ્રુટ જ્યુસથી લઈને અનેક ફ્રુટની અનેક આઈટમ માણવા મળશે. ફ્રુટ કાર્ટનાં ઓનર પૂજન વોરાએ જણાવ્યું કે, તેઓ અને તેમના બહેન આ ફ્રુટ કાર્ટ ચલાવે છે. તેમની પાસે ફ્રુટને લગતી ઘણી બધી આઈટમ છે. જેમ કે, ફ્રુટ સલાડ, ફ્રુટ કેક, ફ્રુટ બુકે, ફ્રુટ સેન્ડવીચ, ફ્રુટ જ્યુસ સહિત અનેક આઈટમ તેમની પાસે છે.



જો તમને ક્યારેય ગિફ્ટીંગની બાબતને લઈને વિચાર આવતો હોય તો, તમે ફ્રુટ કાર્ટની મુલાકાત લઈ શકો છો.જો તમે કોઈને હેલ્ધી ગિફ્ટ કરવા માંગતા હોય કોઈને તેના જન્મદિવસ કે પછી વેડિંગ એનિવર્સરી પર તો તમે ફ્રુટ કાર્ટની મુલાકાત લઈ શકો છો.



ફ્રુટ કાર્ટનો મેઈન ઉદેશ હેલ્ધીનેસને પ્રમોટ કરવાનો છો.

પૂજનભાઈ વોરા રાજકોટમાં છેલ્લા 2 વર્ષથી આ નવો કન્સેપ્ટ લઈને આવ્યા છે. ફ્રુટ બુકેમાં વોટર મેલનનો બેઈઝ આવે છે અને તેની અંદર અલગ અલગ પ્રકારના ફ્રુટ આવે છે.તેમાં કોઈ પણ પ્રકારના ફ્લાવર કે ક્રીમનો ઉપયોગ કરવામાં આવતો નથી.100 ટકા હેલ્ધી કેકનો આ કનેસ્પ્ટ લોકોને પણ ખુબ પસંદ આવે છે.



ફ્રુટ કોર્ટ પાસે 300થી વધારે ડિઝાઈન છે. કસ્ટમાઈઝ ફ્રુટ કેક પણ તમને બનાવી આપે છે.ત્યારે સમગ્ર મામલે પૂજનભાઈ વોરાના બહેન પ્રણાલી વોરાએ જણાવ્યું હતું કે અમારો ઉદેશ લોકોને હેલ્ધી ફુડ આપવાનો છે.અમારી પાસે બધી જ પ્રોડક્ટ છે તે ફ્રુટને લગતી છે.



પ્રણાલીબેને જણાવ્યું કે અમે વોટરમેલન પર કારવીંગ બનાવીએ છીએ.જેમાં ફેસ કારવીંગ અને લોગો કારવ્હીલ કરે છે.તેઓ કારવીંગ માટે 1-2 દિવસ પહેલા ઓર્ડર લે છે.જેથી તેને બનાવવામાં પુરતુ ધ્યાન આપી શકે.આ કારવીંગ બનાવવામાં 4-5 કલાકનો સમય લાગે છે.



ફ્રુટ કારવીંગનો રિસ્પોન્સ પણ ખુબ સારો રાજકોટમાંથી મળી રહ્યો છે.કંઈક નવું કરવું હતું તો બંને ભાઈ બહેને ફ્રુટ કાર્ડનો બિઝનેસ શરૂ કર્યો.જેમાં રાજકોટ વાસીઓનો તેમને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.તમને જણાવી દયે કે ફ્રુટ કાર્ટનું આ આઉલેટ અક્ષર માર્ગ, સ્વામીનારાયણ મંદિરની સામે, કાલાવડ રોડ પર આવેલુ છે.જ્યાં તમે અવનવી ડિશની મજા માણી શકો છો.
First published:

Tags: Buisness, Latest News Rajkot, Local 18, Startup

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો