Mustufa Lakdawala, Rajkot : આજે રામ નવમી છે. ત્યારે દરેક રામ મંદિરમાં જય શ્રી રામના નારા ગુંજી રહ્યાં છે. ગુજરાતનું એક માત્ર કે જ્યાં મંદિરમાં ભગવાન રામ અને કૃષ્ણની કુંડલી મઢવામાં આવી છે. આ મંદિર રાજકોટમાં આવેલું છે.
સામાન્ય માણસની કુંડલી હોય જ છે. પરંતુ ભગવાન રામ અને કૃષ્ણએ પણ માનવ અવતાર લીધો હોવાથી તેમના જન્મ સમય અનુસાર જ્યોતિષ શાસ્ત્રીઓ દ્વારા તેમની કુંડળી તૈયાર કરવામાં આવી હતી. આ કુંડળીને રાજકોટના આમ્રપાલી નજીક આવેલા 50 વર્ષ જુના મંદિરમાં મઢાવીને રાખવામાં આવી છે.
ભગવાન રામ અને કૃષ્ણના ગ્રહો કેવા હતા, તે લોકો જોઈ શકે તે માટે ભગવાન રામ અને કૃષ્ણની કુંડલી આ મંદિરમાં મઢવામાં આવી છે. ત્યારે આજે રામનવમી છે.એટલે લોકો દૂરદૂરથી આ કુંડળીઓ જોવા પહોંચી રહ્યાં છે.
આ અંગે મંદિરનાં મહંત યોગેન્દ્રનાથ પુરીએ જણાવ્યું કે, આ મંદિર 50 વર્ષ જુનુ છે .મને એવો વિચાર આવ્યો કે, આ રામ મંદિર હોવાથી અહીં ભગવાનની કુંડલી હોવી જોઈએ. જેથી શાસ્ત્રો અને પુરાણોની મદદથી ભગવાન રામ અને કૃષ્ણની કુંડલી ઓ તૈયાર કરી મઢાવવામાં આવી છે. આ કુંડળી ગણેશ શાસ્ત્રમાં છે. જેથી શાસ્ત્રમાં જોઈને આ કુંડલી બનાવવામાં આવી છે.