જો કે આપણે ઘણી વખત એવુ સાંભળતા હોય છીએ કે પાણી ઠંડુ કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પણ બધી જગ્યાએ એવુ હોતુ નથી.કારણ કે મોટાભાગની જગ્યાએ ઈલેક્ટ્રીકલ ચિલિંગ વોટરના મોટા પ્લાન્ટ લગાવવામાં આવ્યા હોય છે.
Mustufa Lakdawala,Rajkot : ઉનાળાના શરૂઆત થઈ ગઈ છે.જેથી સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે.ઉનાળાની શરૂઆત થતાં જ આરોગ્ય વિભાગની ટીમે તવાઈ બોલાવી છે અને રાજકોટમાં અલગ અલગ જગ્યાએથી પાણીના નમૂના લેવામાં આવી રહ્યાં છે.જેથી પાણીજન્ય રોગો ફેલાતા અટકાવી શકાઈ.
રાજકોટ મનપાના ફુડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયાએ જણાવ્યું હતું કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.જેથી કેટલી વસ્તુઓનું સ્ટોરેજ કરવાનું હોટેલો દ્વારા શરૂ કરી દેવામાં આવતું હોય છે. જેથી અમે દરેક વસ્તુઓનું ચેકિંગ કરવા માટે જઈએ છીએ.
ખાસ કરીને ફુડ સેફ્ટી વિભાગ દ્વારા પાણીના નમુના લેવામાં આવે છે.પેકેજ્ડ ડ્રીંક અને લુઝ વોટરના નમુના લેવામાં આવે છે.કોઈ પણ ખાદ્ય પદાર્થનું પહેલા તો રો મટીરીયલ શું છે તેની તપાસ કરવામાં આવે છે. જેથી પાણીનો સોર્સ આ લોકો ક્યો વાપરે છે તે પહેલા જોવામાં આવે છે.
આ સાથે જ આ લોકો બોરનું પાણી વાપરે છે કે પછી નળનું પાણી વાપરે છે.તેનો અમે બાયોલોજીકલ રિપોર્ટ પણ કરાવીએ છીએ.જો ટીડીએસની વાત કરવામાં આવે તો માનવ શરીર માટે 100 ટીડીએસ હોય તો વધારે સારૂ રહે છે.
ઉનાળામાં પાણીનો ઉપયોગ વધારે થતો હોય છે.ત્યારે લોકો પાણીનું સ્ટોરેજ વધારે કરતા હોય છે. જેથી આ પાણી જો ખરાબ હોય અને તે વાંરવાર પેટમાં જાય તો આપણને નુકસાન થાય છે.આ સાથે જ જો પાણી કેમિકલવાળુ હોય તો સ્કીનને લગતા પ્રોબલેમ થઈ શકે છે.
જો કે આપણે ઘણી વખત એવુ સાંભળતા હોય છીએ કે પાણી ઠંડુ કરવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પણ બધી જગ્યાએ એવુ હોતુ નથી.કારણ કે મોટાભાગની જગ્યાએ ઈલેક્ટ્રીકલ ચિલિંગ વોટરના મોટા પ્લાન્ટ લગાવવામાં આવ્યા હોય છે.જેથી કેમિકલવાળુ પાણી હોતુ નથી.