Home /News /rajkot /

Rajkot: રાજકોટમાં કોરોના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ થયું સતર્ક, વધારવામાં આવી કોરોના ટેસ્ટિંગની સંખ્યા

Rajkot: રાજકોટમાં કોરોના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ થયું સતર્ક, વધારવામાં આવી કોરોના ટેસ્ટિંગની સંખ્યા

21

21 આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી

રાજકોટમાં દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 9 દિવસમાં 25 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. હાલ 24 દર્દી સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે.

વધુ જુઓ ...

    Mustufa Lakdawala, Rajkot: રાજકોટમાં દિવસેને દિવસે કોરોના કેસ (Corona case) માં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 9 દિવસમાં 25 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ (Health Department)એલર્ટ બન્યું છે. હાલ 24 દર્દી સારવાર હેઠળ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation) દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં શહેરના 21 આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનેશનની (Vaccination) કામગીરી ચાલી રહી છે. તેમજ રોજ ટેસ્ટિંગ 900માંથી વધારીને 1500 કરવામાં આવ્યું છે. રાજકોટમાં હાલ કોરોનાના 25 કેસ છે તેમાં 50 ટકાથી વધુ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.


    વેકેશનને કારણે લોકો બહાર ફરવા જાય છે


    અંગે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં જાન્યુઆરી મહિનામાં કોરોના પીક પર હતો. બાદમાં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કોરોનાના કેસ નહીંવત બન્યા હતા. જોકે જૂન મહિનામાં ફરી એકલ-દોકલ કેસ જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરમાંથી 25 કેસ આવ્યા છે. જેમાં 50 ટકાથી વધુ લોકો ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવે છે. વેકેશનને કારણે લોકો બહાર ફરવા ગયા હોય અને કોરોનાગ્રસ્ત બન્યા છે. તમામ લોકોએ વેક્સિન લીધી છે અને તેમને કોઈને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા નથી.


    21 આરોગ્ય કેન્દ્રપરવેક્સિનેશનની કામગીરી


    ડો. પંકજ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ આવનાર દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશના સ્વરૂપમાં વેક્સિનેશન પર સૌથી વધુ ભાર મૂક્યો છે અને ટેસ્ટિંગ પર. વેક્સિનેશનની વાત કરીએ તો 21 આરોગ્ય કેન્દ્ર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવે છે. હર ઘર દસ્તક કાર્યક્રમ હેઠળ ઘરે ઘરે જઇને દરેકને વેક્સિનેટ કરવામાં આવે છે. બીજો કે બૂસ્ટર ડોઝ બાકી હોય તેઓના ઘરે જઇને વેક્સિન આપવામાં આવે છે. તેમજ ટેલિફોનિક જાણ કરીને પણ લોકોને બોલાવવામાં આવશે.


    આ પણ વાંચો- ભાઈએ જ બહેનને છરીના ઘા ઝીંકી પતાવી દીધી

    જેટલું ટેસ્ટિંગ વહેલું કરવામાં આવે તેટલું વહેલું નિદાન


    ડો. પંકજ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે, વેક્સિનેશનની સાથે ટેસ્ટિંગ ખૂબ જરૂરી છે. જેટલું ટેસ્ટિંગ વહેલું કરવામાં આવે તેટલું વહેલું નિદાન થાય અને વ્યક્તિ જલ્દી સાજો થાય. પરિણામે કોઈને હોસ્પિટલાઈઝ થવાની જરૂર પડે. આના માટે રાજકોટ મહાનગપાલિકામાં રોજ 1200થી 1500 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આગામી સમયમાં રાજ્ય સરકારની સૂચના મુજબ વિશેષ ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.


    આ પણ વાંચો- વડોદરા કોર્પોરેશનનો ઈ-વેસ્ટ કલેક્શન પ્રોજેક્ટ જનજાગૃતિના અભાવે મરણ પથારીએ

    લક્ષણો જણાય તો ટેસ્ટિંગ કરાવો


    વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ બહાર ગામથી આવે અથવા વિદેશ ફરવા ગયા હોય અને પરત આવે ત્યારે આપણી નૈતિક ફરજ બને છે કે આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે ટેસ્ટિંગ કરાવે. જો પોઝિટિવ આવે તો હોમ આઇસોલેશનને સ્ટ્રીકલી ફો કરે. જેથી કરીને આવનારા દિવસોમાં કોરોનાના સંક્રમણને આપણે ચોક્કસપણે અટકાવી શકીશું. લોકોને અપીલ છે કે જેને વેક્સિનનો પહેલો, બીજો કે બૂસ્ટર ડોઝ લાયક ઉંમર ધરાવતા લોકો પહેલા તો ડોઝ લેવડાવે અને ઘરમાં રહે, તેમજ લક્ષણો જણાય તો ટેસ્ટિંગ કરાવો. કોરોનાગ્રસ્ત લોકો હોમ આઇસોલેશનને સ્ટ્રીકલી ફોલો કરે.


    આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન મુકાવી શકાશે


    વોર્ડ નં. 11ના મવડી આરોગ્ય કેન્દ્ર, મવડી ગામ, દાદા મેકરણ ચોક, મવડી ચોકડી


    વોર્ડ નં.8ના નાના મૌવા આરોગ્ય કેન્દ્ર, નાના મૌવા ચોકડી પાસે


    વોર્ડ નં.9/10ના નંદનવન આરોગ્ય કેન્દ્ર, નંદનવન સોસાયટી, ગાંધીગ્રામ પોલીસ ચોકી સામે


    વોર્ડ નં.7ના રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, રામનાથ પરા, શેરી નં.14


    વોર્ડ નં.18ના કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, પારડી રોડ, કોઠારીયા ગામ


    વોર્ડ નં.14ના અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, લક્ષ્મીવાડી મેઈન રોડ, ગાત્રાળ ચોક


    વોર્ડ નં.3ના જંક્શન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, રેલ્વે જંક્શન સામે, વોર્ડ ઓફિસની બાજુમાં


    વોર્ડ નં.3ના સદર આરોગ્ય કેન્દ્ર, શાસ્ત્રી મેદાન પાસે, કુંડલીયા કોલેજની બાજુમાં વોર્ડ નં.5ના આઈ.એમ.. આરોગ્ય કેન્દ્ર, પેડક રોડ, સંત જ્ઞાનેશ્વર સ્કુલની બાજુમાં


    વોર્ડ નં.17ના ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, બાબરીયા મેઈન રોડ, રઘુવીર સોસાયટી


    વોર્ડ નં.13ના નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, નારાયણ નગર મેઈન રોડ, ઢેબર રોડ, ફાટક સામે


    વોર્ડ નં.1ના શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, બિલેશ્વર મંદિર પાસે, શ્યામનગર 4/5 ખૂણો, ગાંધીગ્રામ


    વોર્ડ નં.4ના મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ


    વોર્ડ નં.6ના કબીર વન આરોગ્ય કેન્દ્ર, કબીર વન સોસાયટી શેરી નં.1, સંતકબીર રોડ


    વોર્ડ નં.17ના હુડકો આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા મેઈન રોડ, હરીઘવા રોડ, પોલીસ ચોકીની સામે


    વોર્ડ નં.4ના ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર, ભગવતી પરા, શેરી નં.05


    વોર્ડ નં.6ના રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, રામ પાર્ક કોમન પ્લોટ, ભાવનગર રોડ


    વોર્ડ નં.15ના સ્વ.ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, રાજમોતી ઓઈલ મીલ પાસે, ભાવનગર રોડ


    વોર્ડ નં.16ના પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક, સિયાણી મેઈન રોડ


    વોર્ડ નં.7ના વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર, શાળા નં.28, વિજય પ્લોટ


    વોર્ડ નં.12/13ના આંબેડકર આરોગ્ય કેન્દ્ર, આંબેડકર નગર, ગોકુલધામ મેઈન રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા

    First published:

    Tags: Rajkot city, Rajkot covid hospital, Rajkot district

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन