Home /News /rajkot /Rajkot: ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી, ગર્ભાશયનું ઓપરેશન કરવા આવેલા વૃદ્ધાને ઢીંચણમાં માર્યો ચેકો 

Rajkot: ખાનગી હોસ્પિટલની ગંભીર બેદરકારી, ગર્ભાશયનું ઓપરેશન કરવા આવેલા વૃદ્ધાને ઢીંચણમાં માર્યો ચેકો 

આ સમગ્ર મામાલે HCG હોસ્પિટલમાં સર્જરી કરનાર ડો.મિતલ દવેએ જણાવ્યું હતું કે, દર્દી સ્ટ્રેચર પરથી પડી જતા લાગી ગયું હતું.

પરિવારે જ્યારે ફાઈલ ચેક કરાવી ત્યારે આ ગંભીર બેદરકારી સામે આવી હતી. બાદમાં હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ એક થઈ ગયો અને એજ રટણ કરવા લાગ્યો કે સ્ટ્રેચરથી ચેકો પડી ગયો છે. ઘટના વિશે વાત કરીએ તો વાત જાણે એમ છે કે, ઉપલેટાના બાનુબેન કાદરી નામના વૃદ્ધાને ગર્ભાશયની બીમારી હોય ગઇકાલે HSG હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ થયા હતા.

વધુ જુઓ ...
Mustufa Lakdawala, Rajkot: રાજકોટની ખાનગી હોસ્પિટલની(Private hospital) ગંભીરથી પણ અતિ ગંભીર કહેવાય તેવી બેદરકારીસામે આવી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડપર અયોધ્યા ચોકમાં આવેલી HCG હોસ્પિટલમાં ઉપલેટાથી (Upleta) એક વૃદ્ધા ગર્ભાશયના સર્જરી (Surgery of an elderly uterus) માટે આવ્યા હતા. પરંતુ હોસ્પિટલના તબીબીઓ (Doctor) તેમને ઓપરેશન થિયેટરમાં (Operation Theater) લઇ જઇ તેમના ઢીંચણમાં ચેકો મારી દીધો હતો. બાદમાં પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને જવાબદાર સામે પગલા લેવાની માગણી કરી હતી.

સ્ટ્રેચરપરથીપડી ગયાનું હોસ્પિટલ સ્ટાફનું રટણ

પરિવારે જ્યારે ફાઈલ ચેક કરાવી ત્યારે આ ગંભીર બેદરકારી સામે આવી હતી. બાદમાં હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ એક થઈ ગયો અને એજ રટણ કરવા લાગ્યો કે સ્ટ્રેચરથી ચેકો પડી ગયો છે. ઘટના વિશે વાત કરીએ તો વાત જાણે એમ છે કે, ઉપલેટાના બાનુબેન કાદરી નામના વૃદ્ધાને ગર્ભાશયની બીમારી હોય ગઇકાલે HCG હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ થયા હતા. ત્યારે આ સમયે ઢીંચણની બીમારી ધરાવતા બીજા એક વૃદ્ધા પણ સાથે દાખલ થયા હતા. બાદમાં ઢીંચણમાં બીમારી ધરાવતા વૃદ્ધા પડતા મૂકી બાનુબેનને ઓપરેશન થિયેટરમાં લઇ જવાયા હતા અને તબીબોએ ગર્ભાશયને બદલે ઢીંચણમાં ચેકો મારી સર્જરી કરી હતી. પરંતુ બાનુબેનને ઢીંચણમાં કોઈ તકલીફ ન હોવાનું જણાતા તબીબોએ ટાંકા લઇ પોતાની બેદરકારી છૂપાવવા ઘણા ગતકડા ઘડ્યા હતા. પરંતુ બાદમાં પરિવારને જાણ થતા જ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો- આગામી 5 દિવસ આ વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ સાથે ભારે વરસાદ પડવાની આગાહી

કાયદાકીય કાર્યવાહી માટે પરિવાર આગળ વધી રહ્યો છે

આ ગંભીર બેદરાકારી વિશે બાનુબેનના પતિએ જણાવ્યું હતું કે, જે મહિલાની ઢીંચણની સર્જરી હતી તેને બદલે હોસ્પિટલનો સ્ટાફ મારી પત્નીને લઈ ગયો હતો. ઓપરેશન થિયેટરમાં સર્જરી શરૂ કરી અને ઢીંચણના ઓપરેશન માટે ચેકો મારતા ઢીંચણના હાડકાં સ્વસ્થ દેખાયા હતા આથી ફાઈલ ચેક કરતા જ ભૂલથી બીજા દર્દી આવી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ ભૂલ સ્વીકારવાને બદલે સ્ટ્રેચરથી પડી ગયાનું બહાનું બતાવ્યું હતું પણ આખરે તેઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી તેથી હવે કાયદાકીય કાર્યવાહી માટે પરિવાર આગળ વધી રહ્યો છે.

આ પણ વાંચો- અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ વળ્યાં

સર્જરી કરનાર તબીબે કહ્યું વૃદ્ધા સ્ટ્રેચર પરથી પડી ગયા

આ સમગ્ર મામાલે HCG હોસ્પિટલમાં સર્જરી કરનાર ડો.મિતલ દવેએ જણાવ્યું હતું કે, દર્દી સ્ટ્રેચર પરથી પડી જતા લાગી ગયું હતું. આથી ટાંકા લીધા છે અને પરિવારને આ મામલે પુરાવાઓ સાથે માહિતગાર કરાયા છે. જોકે તેની સામે પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સ્ટ્રેચર પરથી પડવાની વાત ખોટી છે અને સ્ટાફની ભૂલને કારણે જ સર્જરી ગર્ભાશયને બદલે ઢીંચણની કરી દેવાઈ છે.
First published:

Tags: Latest News Rajkot, Rajkot News, Rajkot Samachar, રાજકોટના સમાચાર

विज्ञापन