Home /News /rajkot /Rajkot: ઉંધિયું-ભજીયા ભૂલી જાવ, એક વખત સૌરાષ્ટ્રની ગોગળી ખાજો, એવી મજા પડશે કે વાત ન પુછો!

Rajkot: ઉંધિયું-ભજીયા ભૂલી જાવ, એક વખત સૌરાષ્ટ્રની ગોગળી ખાજો, એવી મજા પડશે કે વાત ન પુછો!

X
કુંભણિયાનો

કુંભણિયાનો કમાલ, જેતપુરાન થાણાગાલોરની ગોગળી ખાઈને આંગળા ચાટતા રહી જશો

શિયાળામાં કુંભણિયા ભજીયાનો ટ્રેન્ડ વધુ ચાલી રહ્યું છે.જો તમને કુંબણિયા ભજીયા ખાવાનું બોવ મન થયું હોય તો તમારે જેતપુરના થાણાગાલોર જવું પડશે. અહિંયા તમને ટેસ્ટમાં લાજવાબ અને મસાલાથી ભરપૂર કુંભણિયા ભજીયા ખાવા મળશે.

Mustufa Lakdawala,Rajkot : શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે.એટલે મોટાભાગના લોકોના ઘરમાં ભજીયા બનતાહશે.એમાં પણ વાત સૌરાષ્ટ્રવાસીઓની કરવામાં આવે તો તો તેના ઘરે અઠવાડિયામાં 2-3 વખત ભજિયા બનતા હશે.આ સાથેજ મોટી વાત એ છે કે લોકો ભજીયા પાર્ટી પણ કરે છે.

એવામાં અત્યારે કુંભણિયા ભજીયાનો ટ્રેન્ડ વધુ ચાલી રહ્યું છે.જો તમને કુંબણિયા ભજીયા ખાવાનું બોવ મન થયું હોય તો તમારે જેતપુરના થાણાગાલોર જવું પડશે. અહિંયા તમને ટેસ્ટમાં લાજવાબ અને મસાલાથી ભરપૂર કુંભણિયા ભજીયા ખાવા મળશે.



તમને જણાવી દયે કે વૃદ્ધ હોય કે યુવાન, સ્ત્રી હોય કે પુરુષ બધા લોકો ભજીયા ખાવાના તો શોખીન હોય જ છે.ત્યારે આ ગામમાં મેથી કે પછી બટેટાના નહિં પણ મસાલાના ભજીયા બનાવવામાં આવે છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા થાણાગાલોલ ગામમાં એક નવીન પ્રકારથીજ ભજીયા બનાવામાં આવે છે.



સામન્ય રીતે ભજીયા તમે મેથી અને બટેટાના ખાધા હશે પણ થાણા ગાલોલ ગામમાં આવેલા પટેલ ફરસાણ નામની દુકાન છે ત્યાં એક નવી જ રીતે ભજીયા બનાવવામાં આવે છે. આ ભજીયાને કુંભણીયા ભજીયા નામથી ઓળખવામાં આવે છે. સામન્ય રીતે ભજીયા મેથી કે બટેટાના બનવામાં આવે છે પણ પટેલ ફરસાણમાં કુંભણિયા ભજીયા ડુંગળી, લસણ અને મરચાના મસાલામાંથી બનાવવામાં આવે છે. આ ભજીયા ખાવા દૂર દૂરથી લોકો આવે છે અને એમાં પણ ચોમાસામાં અને શિયાળાની સીઝનમાં લોકોની ભારે ભીડ મોડી રાત સુધી જોવા મળે છે.



ત્યારે અત્યારે શિયાળાની સીઝન ચાલુ છે, ત્યારે ભજીયા ખાવા થાણા ગાલોલ ગામમાં લોકોની પડાપડી થાય છે અને ખાસ વાતતો એ છે કે ભજીયા સાથે હંમેશા ચટણી ખાવામાં આવતી હોય છે પણ કુંભણિયા ભજીયા સાથે ચટણી નહિં પણ લીંબુ અને હિંગ સહિતના મસાલા છાંટી ખાવામાં આવે છે અને ભજીયા બનાવવામાં ક્યાંક પણ સોડાનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેથી આભજીયનો ટેસ્ટ કંઇક અલગ અને સ્વાદિષ્ટ આવે છે.
First published:

Tags: Local 18, Saurashtra, ખોરાક, રાજકોટ

विज्ञापन