Home /News /rajkot /Rajkot: નેશનલ ગેમ્સના ઢબુકતા ઢોલ, જર્મન સ્ટાઇલથી તૈયાર કરાયો AC હોલ, વાંચો વિગતો

Rajkot: નેશનલ ગેમ્સના ઢબુકતા ઢોલ, જર્મન સ્ટાઇલથી તૈયાર કરાયો AC હોલ, વાંચો વિગતો

નેશનલ ગેમ્સના ઢબુકતા ઢોલ, હંગામી ધોરણે તૈયાર કરાયો સેટઅપ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 34 પગોડા અને સેન્ટ્રલી એસી ડાયનિંગ હોલ ઉભો કરાયો

    Mustufa Lakdawala,Rajkot : નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે હોકીની રમતો મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે યોજવા જઈ રહી છે. જેની પૂર્વ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેદાન ઉપરાંત રમતોના સુચારુ આયોજન અર્થે હંગામી સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મુલાકાત લઈ તૈયારીની સમીક્ષા કરી હતી. જેમાં 34 પગોડા અને સેન્ટ્રલી એસી ડાયનિંગ હોલ ઉભો કરવામાં આવ્યો છે.

    સેન્ટ્રલી એસી ડાયનિંગ હોલ જર્મન ડોમથી ઉભો કરવામાં આવ્યો

    સંલગ્ન સેટઅપ અંગે માહિતી આપતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હોકી ગ્રાઉન્ડ ખાતે 34 જેટલા પગોડા (આર્ટિફિશયલ રૂમ) તેમજ સેન્ટ્રલી એસી ડાયનિંગ હોલ જર્મન ડોમથી ઉભો કરવામાં આવ્યો છે. ખેલાડીઓ માટે ચેંજિંગ રૂમ, ટુર્નામેન્ટ ડાયરેક્ટર ઓફિસ, ટેક્નિકલ મેનેજમેન્ટ ઓફિસ, અમ્પાયર લોન્જ, એથ્લિટ્સ લોન્જ, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, બ્રોડકાસ્ટ રૂમ સહિતની વ્યવસ્થા માટે વિવિધ સાઈઝના ડોમ ઉભા કરવામાં આવ્યા છે.

    30 સપ્ટેમ્બરના રોજ વિવિધ ટીમનું આગમન થશે, જેમને વિવિધ હોટેલ્સમાં ઉતારા આપવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થાપનમાં મદદ માટે NCC, NSSના 90 જેટલા વોલિયન્ટર્સની મદદ લેવાશે. હાલ ગ્રાઉન્ડ મેન્ટેનન્સ માટે જરૂરી સાધનોની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. ગ્રાઉન્ડ ખાતે બ્રાન્ડિંગ સહિતની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, ઇન્ડોર સ્ટેડિયમ એન્ટ્રીથી ગ્રાઉન્ડ સુધી હોર્ડિંગ્સ, ફ્લેગ્સ લગાડવામાં આવશે.

    નવા ગોલ પોસ્ટ તેમજ પ્લેયર્સ ડગઆઉટ્સ, હોકીના બોલ્સ સહિતના સાધનો આવી ચૂક્યા છે. હોકી ગુજરાતના અધિકારી હાલ રાજકોટમાં ઉપસ્થિત રહી સાધનોની સમીક્ષા કરી રહ્યા છે. અન્ય આનુસંગીક કામગીરી પણ સાંભળી રહ્યા છે, કમિશનરની મુલાકાત સમયે નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમાર, સી.કે. નંદાણી, એ.કે. સીંગ, તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    First published:

    विज्ञापन
    विज्ञापन