Home /News /rajkot /Rajkot: હિરો-હિરોઇન જેવા આવશે ફોટો, રાજકોટમાં પ્રી વેડિંગ માટે બેસ્ટ છે આ જગ્યા!

Rajkot: હિરો-હિરોઇન જેવા આવશે ફોટો, રાજકોટમાં પ્રી વેડિંગ માટે બેસ્ટ છે આ જગ્યા!

X
Rajkot

Rajkot : સિનેમેટોગ્રાફીનો ક્રેઝ વધ્યો, રાજકોટની આ જગ્યાઓ છે પ્રી વેડિંગ માટે બેસ

રાજકોટના ફોટોગ્રાફર દેવાંશ દઢાણીયાએ આપણી સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે કેવી રીતે પ્રી વેડિંગ શૂટ કરવામાં આવે છે અને શું બજેટ હોય છે.

    Mustufa Lakdawala,Rajkot : એક તરફ ચૂંટણી અને બીજી તરફ લગ્નની સિઝન ચાલી રહી છે.એવામાં અત્યારે કોરોનાબાદ સિનેમેટોગ્રાફીનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે.અત્યારે રાજકોટમાં પ્રી વેડિંગનો ક્રેઝ પણ ખુબ જ વધી ગયો છે.ત્યારે આજે અમેઆપને જણાવીશું કે રાજકોટની કઈ કઈ જગ્યા ફોટગ્રાફી અને વીડિયોગ્રાફી માટે કઈ કઈ બેસ્ટ છે. રાજકોટના ફોટોગ્રાફર દેવાંશ દઢાણીયાએ આપણી સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે કેવી રીતે પ્રી વેડિંગ શૂટ કરવામાં આવે છે. અને આ ફોટો શૂટનું બજેટ કેટલુ હોય છે અને આ પેકેજમાં કઈ કઈ વસ્તુઓ કવર કરવામાં આવે છે. તે અંગે બધુ જ જણાવ્યુંહતું.

    અત્યારે સિનેમેટોગ્રાફીનો ક્રેઝ ખુબ જ વધ્યો છે. ખાસ કરીને કોરોના બાદ સિનેમેટોગ્રાફીનો ક્રેઝ વધ્યો છે.કોરોનામાં ઘણાલોકોની સગાઈ થઈ હોય અથવા કોરોના પહેલા સગાઈ થઈ હોય જે લોકોના લગ્ન બાકી હોય તે લોકોના લગ્ન હવે થઈ રહ્યાં છે. જેથી ઓલમોસ્ટ તમામ જગ્યાઓ બુક થઈ ગઈ છે.સૌરાષ્ટ્રમાં ઓછામાં ઓછા 20 હજારથી વધુ લગ્ન બુક થયા છે.પાર્ટી પ્લોટપણ તમામ બુક થઈ ગયા છે.



    દેવાશભાઈના જણાવ્યા અનુસાર રાજકોટમાં પ્રી વેડિંગ માટે ઘણી બધી જગ્યાઓ છે. પ્રી વેડિંગમાં જવુ હોય તો ન્યારી ડેમ, ભીચરી, અનળગઢ, હનુમાનધારા વગેરે જેવા સ્થળો છે. જ્યારે અન્ય સ્થળોની વાત કરવામાં આવે તો રાજકોટમાં ઘણા બધારિસોર્ટ છે.જેમ કે રેજન્સી લગુન, નિરાલી રિસોર્ટ, આર્ય ક્લબ, ખીરસરા પેલેસ, વગેરે જેવી હોટલ છે.

    જે લોકોને બેકગ્રાઉન્ડમાં પાણી જેવો લુક જોઈતો હોય તો તેઓ ન્યારી ડેમ પાસે કરાવે છે.જ્યારે ઘણા લોકોને પાછળ રાજારજવાળા જેવું જોતુ હોય તો તેઓ ખીરસરા પેલેસેમાં શૂટિંગ કરાવે છે. ગ્રીનરીની વાત કરવામાં આવે તો અનળગઢ છે અને ભીચરીજેવી જગ્યા છે.કે જ્યાં તમે પ્રી વેડિંગ શૂટ કરાવી શકાઈ છે.



    ઈન્ટીરીયર, એક્ટીરીયર, લાઈટિંગ જો તમે તમારે સારી ઈફેક્ટ સાથે અને ગ્રીનરી, પાણી સહિતની વસ્તુઓ બેકગ્રાઉન્ડમાં જોઈતુહોય તો તમે નિરાલી રિસોર્ટ અને રેજન્સી લગુનમાં પ્રી વેડિંગ શૂટ કરાવી શકો છો.અહિંયા સિનેમેટોગ્રાફી પણ વધુ સારી રીતેકરાવી શકો છો.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Local 18, Pre wedding, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन