Home /News /rajkot /New Look: રાજકોટના વિરેનના કાયલ થયા ક્રિકેટરો, એવી હેરસ્ટાઇલ કરી કે બધાને ખેલાડીઓને મજા પડી ગઇ!
New Look: રાજકોટના વિરેનના કાયલ થયા ક્રિકેટરો, એવી હેરસ્ટાઇલ કરી કે બધાને ખેલાડીઓને મજા પડી ગઇ!
રાજકોટના હિરેનના કાયલ થયા ક્રિકેટરો
અમદાવાદમાં ચોથી અને છેલ્લી અંતિમ ટેસ્ટ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાર જીતનો જંગ શરૂ થયો હતો ત્યારે ભારતના ખેલાડીઓ મેદાનમાં નવા લુક સાથે ઉતરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
Mustufa Lakdawala,Rajkot : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગાવસ્કર સિરીજની ચોથી અને છેલ્લી અંતિમ ટેસ્ટ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાર જીતનો જંગ શરૂ થયો હતો.ત્યારે ભારતના ખેલાડીઓ મેદાનમાં નવા લુક સાથે ઉતરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પણ શું તમે જાણો છો કે આ તમામ ક્રિકેટરોની હેર સ્ટાઈલ કોને કરી છે. ? નહીં જાણતા હોવ,પણ તમને જણાવી દયે કે આ તમામ ક્રિકટરોની હેરસ્ટાઈલ બનાવના બીજુ કોઈ નહીં પણ મૂળ ગોંડલના અને રાજકોટમાં યાજ્ઞીક રોડ પર યુનીલ સલુમ ચલાવતા વિરેનભાઈ બગથરિયાની કેચીનો કમાલ છે. કારણ કે વિરેનભાઈની કેચીએ તમામ ક્રિકેટરોને નવો લૂક આપ્યો હતો.
અમદાવાદની હોટલનાં સ્પેશિયલ રૂમમાં વિરેનભાઈએ તમામ ખેલાડીઓને નવો લુક આપ્યો છે.આ સાથે જ તમામ ખેલાડીઓ પણ વિરેનભાઈએ કરી આપેલી આ સ્ટાઈલ પણ ખુબ ગમી હતી.
તમને જણાવી દયે કે રાહુલ દ્રવિડે નેચરલ બાઉન્સ યુનિક લુક, શ્રેયાંશ ઐયરે સ્કીન શેડ, શ્રીકર ભરતને પેપરપેડ લુક આપ્યો હતો. જે તેને પોતે ક્રિએટ કર્યો હતો. તેને દુબઈ સ્ટાઈલમાં બધાને નવો લુક આપ્યો હતો.મોહમદ સિરાજે કલાસીક લુક, શુભમન ગીલેને ફુલ હેર કટ કરી આપ્યા હતા.જ્યારે રવિન્દ્ર જાડેજાને ફેસ ડિટેન ટ્રીટમેન્ટ કરી આપી હતી.
હિરેને જણાવ્યું હતું કે હેર સ્ટાઈલને લઈને સૌથી વધુ સભાન શ્રેષાંશ છે.આ સાથે જ જણાવ્યું હતું કે કુલદીપ યાદવને હંમેશની જેમ કંઈક નવુ જોઈએ છે.જેથી તેને પણ ખુબ મજા આવી હતી.
અત્યારે તમામ ખેલાડીઓએ આઈપીએલને લઈને તૈયારી શરૂ કરી દીધી છે અને નવા લુક સાથે ગ્રાઉન્ડમાં ઉતરવા માટે પણ તૈયાર છે.તમને જણાવી દયે કે વિદેશી ક્રિકેટરો પણ વિરેન પાસે હેર કટ અને હેર સ્ટાઈલ કરાવી ચુક્યા છે.