જો એનિમલને તમે છેલ્લે સુધી સાચવી શકતા હોય તો જ તમારે એનિમલને પાળવા જોઈએ. બાકી તમારે એનિમલ પાળવા જોઈએ નહીં. તમને જણાવી દયે કે વૈશાલીબેન દર મહિને પોતાની સેલેરીમાંથી 5 ટકા સેલેરી પશુ-પક્ષીઓ માટે વાપરે છે.
જો એનિમલને તમે છેલ્લે સુધી સાચવી શકતા હોય તો જ તમારે એનિમલને પાળવા જોઈએ. બાકી તમારે એનિમલ પાળવા જોઈએ નહીં. તમને જણાવી દયે કે વૈશાલીબેન દર મહિને પોતાની સેલેરીમાંથી 5 ટકા સેલેરી પશુ-પક્ષીઓ માટે વાપરે છે.
Mustufa Lakdawala,Rajkot : પશુ-પક્ષી પાળવાનો શોખ આપણામાંથી ઘણા લોકોમાં હોય છે.પણ બધા લોકો આ એનિમલને છેલ્લે સુધી રાખી શકતા નથી.કારણ કે પશુ-પક્ષી બિમાર પડે તો લોકો તેને બહાર છોડી દે છે.જે ન કરવું જોઈએ.ત્યારે રાજકોટમાં રહેતા આ શિક્ષિકા એનિમલ પાછળ પોતાની સેલેરીની 5 ટકા સેલેરી ખર્ચે છે અને તેને નવુ જીવન આપે છે. ત્યારે આવો મળીએ આ શિક્ષિકાને.
રાજકુમાર કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વૈશાલી જોષીએ જણાવ્યું હતું કે મુંગા પ્રાણી અને પશુઓને સમજો.ઘણા લોકો પશુ-પક્ષીઓનું ધ્યાન રાખે જ છે.પણ ઘણા લોકો શ્વાનને પાર્લેજીના બિસ્કિટ ખવડાવે છે.પણ તે નુકસાન કરે છે.ડોક્ટર પણ કહે છે કે પાર્લેજીના બિસ્કિટ શ્વાનને ખવડાવવામાં આવે તો તેને નુકસાન પહોંચાડે છે.વૈશાલીએ કહ્યું કે બિસ્ટિકના બદલે પેડીગ્રી આપો.ભલે તમે મોંઘા પેડીગ્રી ન લો સસ્તા પેડીગ્રી લો.. અને તે ખવડાવો.
તમે પશુ-પક્ષીઓને રોટલી ખવડાવો.પણ દુધ કે બિસ્કિટ ન આપો.વૈશાલીએ કહ્યું કે મારા ઘરે 40-45 બિલાડી આવી અને મોટી થઈ છે.ઘણા લોકો બિલાડીથી ડરે છે.અને તેને ભગાવે છે અથવા મારે છે.પણ તમને જણાવી દયે કે બિલાડી ખુબ જ સફર કરે છે.બિલાડી દર 3 મહિને બચ્ચા આપે છે.અને એ દરમિયાન તેની ખુબ ખરાબ કંડિશન હોય છે.જેટલા બચ્ચા જન્મે તેમાંથી મોટભાગના મરી જાય છે.
ત્યારે બિલાડીને આ સફર કરવી ન પડે તે માટે વૈશાલીબેને ડોક્ટર પાસેથી કેટલીક દવા લે છે અને તે બિલાડીને આપે છે. જેથી બિલાડીને સફર કરવું ન પડે.વૈશાલીને બધા એનિમલનો ખુબ શોખ છે.તેને કોઈનાથી ડર લાગતો નથી.
કોઈ પણ એનિમલને કારણ વગર કોઈને હેરાન કરતા નથી.પછી ભલે તે વીંછી હોય કે કુતરા હોય કે અન્ય પ્રાણી હોય.ઘણા લોકો પશુ-પક્ષીઓને ઘરની બહાર છોડી દે છે.જે ના કરવુ જોઈએ.કારણ કે પાંજળાપોળમાં ઘણી ગાયો, ઘોડા, કુતરાને મુકી જાય છે.ઘણા લોકો આવા પ્રાણી બિમાર પડે કે કોઈના પગ ભાંગી જાય કે આવુ થાય તો ફેંકી દે છે.જે ના કરવું જોઈએ.
જો એનિમલને તમે છેલ્લે સુધી સાચવી શકતા હોય તો જ તમારે એનિમલને પાળવા જોઈએ.બાકી તમારે એનિમલ પાળવા જોઈએ નહીં.તમને જણાવી દયે કે વૈશાલીબેન દર મહિને પોતાની સેલેરીમાંથી 5 ટકા સેલેરી પશુ-પક્ષીઓ માટે વાપરે છે.