શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનામાં શિક્ષિકાને દોષિત ઠેરવવામાં આવી છે.
Rajkot News: ચાર વર્ષ પહેલા બનેલી આ ચોંકાવનારી ઘટના કોર્ટ સુધી પહોંચી હતી, કોર્ટે છાત્રને પરીક્ષામાં માર્ક કાપી લેવા સહિતની પજવણી કરનારી શિક્ષિકાને દોષિત ઠેરવી છે.
રાજકોટ: શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનામાં શિક્ષિકાને દોષિત ઠેરવવામાં આવી છે. ચાર વર્ષ પહેલા બનેલી આ ચોંકાવનારીની ઘટના કોર્ટ સુધી પહોંચી હતી, જ્યારે કોર્ટે છાત્રને પરીક્ષામાં માર્ક કાપી લેવા સહિતની પજવણી કરનારી શિક્ષિકાને દોષિત ઠેરવી છે. શિક્ષિકાને આઇપીસીની કલમ 363 હેઠળ દોષિત ઠેરવી 5 વર્ષ અને રૂપિયા 20 હજારોનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શિક્ષિકાને કોર્ટે દોષિત ઠેરવી
ચાર વર્ષે પહેલા ગોંડલમાં બનેલી ઘટનામાં મૂળ રાજસ્થાનની શિક્ષિકા નિલીમા ફ્રાન્સિસ કૂલૂને કોર્ટે દોષિત ઠેરવી છે. આઇસીપીની કલમ ઉપરાંત પોક્સોની કલમ 8માં ચાર વર્ષ અને રૂપિયા 20 હજારનો દંડ તથા પોક્સોની કલમ 12 હેઠળ દોઢ વર્ષ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તરુણીને તેના રૂમમાં બોલાવી જાતીય સતામણી કરતી શિક્ષિકા
વર્ષ 2019માં ગોંડલની નવવિદ્યાન નામની શાળામાં મહિલા આરોપી નિલીમા નોકરી કરતી હતી. તે સમયે નિલીમાએ સ્કૂલમાં અભ્યાસ કરતી જસદણની તરુણીની સતામણી કરી હતી. નિલીમા તરુણીને તેના રૂમમાં બોલાવી જાતીય સતામણી કરતી હતી. તરુણીએ શિક્ષિકાની હરકતનો વિરોધ કર્યો હતો. જેના પગલે નિલીમાએ તેને અપહરણ કરવાની અને પરીક્ષામાં માર્ક્સ ઓછા આપવાની ધમકી આપી હતી. તરુણી ડરી જતાં શિક્ષિકાએ તેનો લાભ ઉઠાવી જાતીય સતામણી કરી હતી. ચાર વર્ષ જૂના આ કેસમાં કોર્ટે શિક્ષિકાને સજા ફટકારી છે.