Home /News /rajkot /ભાદરવાના ભડાકા: ભાદર-2, મોજ, આજી-2 સહિત અનેક ડેમ ઓવરફ્લો; હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

ભાદરવાના ભડાકા: ભાદર-2, મોજ, આજી-2 સહિત અનેક ડેમ ઓવરફ્લો; હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

ભાદર-2 ડેમ

Saurashtra rain updates: રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના પગલે પડધરી અને ટંકારાના હેઠવાસના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ડે

વધુ જુઓ ...
    અમદાવાદ: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. સારા વરસાદને પગલે રાજ્યના વિવિધ જળાશયોમાં પાણીની નવી આવક શરૂ થઈ છે. ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલા રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં પાણીની નવી આવક થવાની સાથે સાથે વિવિધ ડેમો ઓવરફ્લો થયા છે. જેમાં ભાદર-2, આજી-2, ભૂખી ડેમ સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.

    ભાદર-2 ડેમ ઓવરફ્લો


    રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલો ભાદર -2 ડેમ ફરી ઓવર ફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામા આવ્યા છે. ડેમમાં 12,540.03 ક્યુસેક પાણીની આવક સામે 12,540.03 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતા ભાદર ડેમ સાઈટના 37 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ધોરાજી તાલુકાના ચાર ગામ ભોળા, ભોળ ગામડા, છાડવાવદર અને સુપેડીને એલર્ટ કરાયા છે. ઉપલેટા તાલુકાના 15 ગામ, કુતિયાણાના 10 ગામ, માણાવદરના 4 ગામ અને પોરબંદરના ચાર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.

    મોજ ડેમ ઓવરફ્લો


    ઉપલેટા પાસે આવેલો મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપલેટા તાલુકાના મોજ ડેમનો એક દરવાજો 0.25 ફૂટ ખોલવામાં આવ્યો છે. ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે. મોજ ડેમની કુલ સપાટી 72.54 મીટર છે. પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળીયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા, વાડલા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે.


    વાછપરી ડેમ ઓવરફ્લો


    રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગામ પાસેનો વાછપરી ડેમ એક ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. વાછપરી ડેમ નિર્ધારિત સપાટીએ ભરાયા બાદ એક ફૂટથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેના પગલે કોટાસાંગાણી તાલુકાના ચાર ગામને એલર્ટ કરાયા છે. ડેમમાં 1550 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે ડેમમાંથી 1550 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની હેઠવાસમાં આવતા કોટડા સાંગાણી તાલુકાના પાંચીયાવદર, ગોંડલ, ખરેડા, કોટડા સાંગાણી સહિતનાં ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.


    આજી-2 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું


    રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનો એક દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના પગલે પડધરી અને ટંકારાના હેઠવાસના ગામોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડાતા પડધરી તાલુકાના અડબાલકા, બાધી, દહીંસરડા, ડુંગરકા, ગઢકા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, જૂના નારણકા અને ટંકારના સખપર, કોઠારીયા સહિતના ગામના ગ્રામજનોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

    વેરી ડેમ ઓવરફ્લો


    ગોંડલ ગામ પાસે આવેલો વેરી ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે હેઠવાસના ત્રણ ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ગોંડલ તાલુકાના ગોંડલ, કંટોલીયા અને વારાકોટડા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


    છાપરવાડી-2 ડેમ ઓવરફ્લો


    જેતપુરના મેવાસા ગામ પાસે આવેલો છાપરવાડી 2 ડેમ ઓવરફ્લો થયો છે. વીરપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પડતાં મેવાસા પાસે આવેલો છાપરવાડી 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી 25 ફૂટ છે. હાલ ડેમમાં પાણીની આવક 2150 ક્યુસેક થઈ રહી છે. છાપરવાડી ડેમનો એક દરવાજો એક ફૂટ તેમજ એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. પાણી છોડવામાં આવતા ડેમના નીચેના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જેતપુર તાલુકાના હરીપર, મેવાસા, જાંબુડી, રબારીકા, પ્રેમગઢ, કેરાળી, લુણાગરા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુજરાત, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन