Home /News /rajkot /પોલીસના નાઈટ પેટ્રોલિંગના ઉડ્યા લીરેલીરા! ત્રણ લૂંટારોએ બાલાજી વેફર્સના ગોડાઉનમાં કરી લાખોની લૂંટ
પોલીસના નાઈટ પેટ્રોલિંગના ઉડ્યા લીરેલીરા! ત્રણ લૂંટારોએ બાલાજી વેફર્સના ગોડાઉનમાં કરી લાખોની લૂંટ
નાઈટ પેટ્રોલિંગના ઉડ્યા લીરેલીરા
Police Night Patrolling: રાજકોટ શહેરમાં બે દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ તસ્કરોએ પોલીસની નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પર પાણી ફેરવ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલ બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉનમાં મત રાતે ઘૂસીને ત્રણ તસ્કરોએ ચોકીદારને બાનમાં લઈ લાખો રૂપિયાની રકમની લૂંટ ચલાવી હોવાનો બનાવો સામે આવ્યો છે.
રાજકોટ: રાજકોટ શહેરમાં એક તરફથી કડકડતી ઠંડી પડી રહી છે. રાજકોટ શહેરમાં બે દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ તસ્કરોએ પોલીસની નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પર પાણી ફેરવ્યું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલ બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉનમાં મત રાતે ઘૂસીને ત્રણ તસ્કરોએ ચોકીદારને બાનમાં લઈ લાખો રૂપિયાની રકમની લૂંટ ચલાવી હોવાનો બનાવો સામે આવ્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે.
સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ
ઉલ્લેખનીય છે કે, હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં જાણે કે, તસ્કરો બેફામ બની ગયા હોય તેમ એક બાદ એક ચોરી અને લૂંટની ઘટના સામે આવી રહી છે. થોડા સમય પૂર્વે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પારસ સોસાયટીમાં ઉદ્યોગપતિના ઘરમાં ઘૂસી લૂંટારુંએ લૂંટ ચલાવી હતી. જે ગુનો આજની તારીખે પણ વણઉકેલાયેલો છે. ત્યારે વણ ઉકેલાયેલા ગુનાને લઇ આજે પણ પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
આ તમામની વચ્ચે તસ્કરોએ ફરી એક વખત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉનમાં છઠ્ઠી તારીખના રોજ ત્રણ જેટલા બુકાની ધારીઓ ત્રાટક્યા હતા. ગોડાઉનમાં રહેલા ચોકીદારને કઈ સમજ પડે તે પૂર્વે જ તેને છરી બતાવી બાનમાં લીધો હતો. તેમજ ગોડાઉનના પ્રથમ માળે રહેલ રોકડ રકમની લૂંટ પણ ચલાવી હતી. ફરિયાદી દ્વારા પોતાને ત્યાંથી 1.95 લાખની રોકડની લૂંટ થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે પોલીસ સૂત્રોનું માનીએ તો લૂંટની રકમ પાંચ લાખ જેટલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચને થતા તાત્કાલિક અસરથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ સવારના 10:00 વાગ્યાના અરસામાં પોલીસે આજુબાજુના એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા. આ સાથે જ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. સીસીટીવીમાં કઈ રીતે ત્રણ બુકાનીધારી ગોડાઉનમાં પ્રવેશ કરે છે, તેમજ ચોકીદારને બાનમાં લે છે. જે તમામ ઘટના કેદ થઈ છે. ત્યારે હાલ તો પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધ ખોળ શરૂ કરી છે. આ ગુનો ઉકેલાય છે કે પછી અગાઉના ગુનાની માફક વણ ઉકેલાયેલો રહે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.